તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાત:કાગદડીના ખોડિયાર આશ્રમના મહંતની અંતિમવિધિ બાદ સ્યૂસાઈડ નોટ મળી

રાજકોટ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
જો મહંતે આપઘાત કર્યો છે તો તેના ભત્રીજા સહિતના શખ્સો ક્યા મુદ્દે મહંતને બ્લેકમેઇલ કરતા હતા તેની તપાસ  શરૂ કરાઈ. - Divya Bhaskar
જો મહંતે આપઘાત કર્યો છે તો તેના ભત્રીજા સહિતના શખ્સો ક્યા મુદ્દે મહંતને બ્લેકમેઇલ કરતા હતા તેની તપાસ  શરૂ કરાઈ.
  • મહંતને ક્યા મુદ્દે બ્લેકમેઇલ કરાતા હતા સહિતના મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી

કાગદડી ગામના પાટિયા પાસે આવેલા ખોડિયાર આશ્રમના મહંત સાધુ જયરામદાસ (ઉ.વ.65)નું ગત તા.1ના મૃત્યુ થયું હતું, મહંત જયરામદાસનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયાનું જાહેર કરી તેમના ભત્રીજા અને અન્ય પાંચેક લોકોએ હિન્દુ પરંપરા મુજબ મહંતની અંતિમ વિધિ કરી નાખી હતી.

પોલીસે ગુપ્ત તપાસ ચાલુ કરી
મહંતની અગ્નિસંસ્કાર સહિતની વિધિ થઇ ગયા બાદ પોલીસને માહિતી મળી હતી કે, મહંત જયરામદાસનું મૃત્યુ કુદરતી રીતે નહીં પરંતુ જયરામદાસે ઝેરી ટીકડાં પીને આપઘાત કર્યો છે. મળેલી માહિતી પર કુવાડવા પોલીસ સ્ટેશનના પીઆઇ ચુડાસમા સહિતના સ્ટાફે ગુપ્ત રીતે તપાસ શરૂ કરી હતી. આશ્રમમાંથી સ્યૂસાઇડ નોટ મળી આવી છે, અને તેમાં જયરામદાસે તેના ભત્રીજા સહિતના શખ્સો દ્વારા કરવામાં આવતા બ્લેકમેઇલિંગને કારણે પગલું ભર્યાનો આક્ષેપ છે.

મહંતને બ્લેકમેઇલ કરવા મુદ્દે તપાસ થશે
સ્યૂસાઇડ નોટ સાધુ જયરામદાસે જ લખી છે કે અન્ય કોઇ વ્યક્તિએ લખીને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો છે?, જો મહંતે આપઘાત કર્યો છે તો તેના ભત્રીજા સહિતના શખ્સો ક્યા મુદ્દે મહંતને બ્લેકમેઇલ કરતા
હતા તેની તપાસ શરૂ કરાઈ.

અન્ય સમાચારો પણ છે...