રાજકોટ ક્રાઇમ ન્યુઝ:શહેરના સનસિટી એપાર્ટમેન્ટમાં ધો.10 ની વિદ્યાર્થીનીએ ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો

રાજકોટ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર

રાજકોટ શહેરના રૈયાધાર વિસ્તારમાં શાંતીનગ૨ના ગેઈટ પાસે આવેલ સનસિટી એપાર્ટમેન્ટમાં ૨હેતી ધોરણ 10 માં અભ્યાસ કરતી 14 વર્ષની તરૂણીએ પોતાના ઘરે કોઈ અગમ્ય કા૨ણોસ૨ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરીવા૨માં શોક છવાયો છે. મૃતક સગીરા એક ભાઈની એકની એક બહેન હતી. તેમના પિતા ઘ૨ઘંટી ચલાવે છે. તેમજ ગઈકાલે તેમના માતા દ૨ણુ લેવા ગયા ત્યારે સગીરા એકલી હતી બાદ માતા જ્યારે ઘરે પહોંચ્યા ત્યારે તેમની દીકરી લટક્તી હાલતમાં જોવા મળતા બુમાબુમ કરી મુકી હતી. સગીરા એ શેના કા૨ણે આપઘાત ર્ક્યો એ અંગે હાલ યુનિવર્સીટી પોલીસ. વધુ તપાસ હાથ ધરી છે.

સાયબર ક્રાઇમ પોલીસે ટ્રાવેલ્સ સંચાલકને રૂ. 71,740 પરત અપાવ્યા
રાજકોટના ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલક સાથે વેબસાઈટ હેક કરી એકાઉન્ટમાંથી રૂ.71,740 ઉપાડી છેતરપિંડી થયાના બનાવમાં સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા વેપારીને તેના ગયેલ તમામ રૂપિયા પરત કરાવવામાં આવ્યા. ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલક વત્સલ કારિયા સાયબર ક્રાઇમ પોલીસમાં અરજી કરી હતી જેમાં તેમને જણાવ્યું હતું કે તેમની વેબસાઇટ કોઈ વ્યક્તિ દ્વારા હેક કરી વેબસાઇટ ઉપરથી દુબઇની એર ટિકિટ બુક કરાવી રૂ.71,740 રૂપિયા ઉપાડી લઇ છેતરપિંડી થયાનું જણાવ્યું હતું. જે બાદ પોલીસે ટેક્નિકલ એનાલિસિસ આધારે કાર્યવાહી કરી આજ રોજ સંચાલક વત્સલ કારિયાને રૂપિયા 71,740 પરત અપાવવામાં આવ્યા છે.આ ઉપરાંત રાજકોટ શહેરના પ્રહલાદ પ્‍લોટમાં આવેલ ક્રિષ્‍ના એપાર્ટમેન્‍ટ ફ્લેટ નંબર 401માં રહેતાં નિલેષભાઇ જોગીયાના એકાઉન્ટમાંથી ઓનલાઇન ટ્રાન્‍જેક્‍શન મારફત રૂ.7,82,200 ઉપડી ગયા હતાં. તેમણે કોઇપણ જાતના મેસેજ કે લિંકને ક્‍લીક પણ નહોતા કર્યા છતાં તેમના બેંક એકાઉન્‍ટમાંથી અલગ અલગ ટ્રાન્‍જેક્‍શનથી કુલ રૂા. 7,82,200 ઉપડી ગયા હતાં. આ અંગે સાયબર ક્રાઇમમાં જાણ કરતાં ટેકનીકલ એનાલિસીસથી તપાસ કરી બાદમાં પોલીસે તેમની પુરેપુરી રકમ પરત અપાવી હતી.

સાયબર ક્રાઇમ પોલીસે છેતરપિંડીનો ભોગ બનનાર યુવકના પૈસા પરત કર્યા
સાયબર ક્રાઇમ પોલીસે છેતરપિંડીનો ભોગ બનનાર યુવકના પૈસા પરત કર્યા

પતિ સાથે​​​​​​​ થતા​​​​​​​ ઝઘડાથી કંટાળીને પરિણીતાએ આપઘાતનો પ્રયાસ કર્યો
​​​​​​​
રાજકોટ શહેરના ભગવતીપરામાં રાધેક્રિષ્ના સોસાયટીમાં રહેતી પરિણીતાએ ગત રોજ પોતાના ઘરે સાંજે 6 વાગ્યાની આસપાસ પંખાના હુકમાં ચૂંદડી વડે ફાંસો લગાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન રીક્ષા ચાલક પતિ તે સમયે ઘરે આવી જતાં પત્નીને તાત્કાલિક નીચે ઉતારી સારવારમાં સિવિલે ખસેડાઇ હતી. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે બી ડિવિઝન પોલીસને જાણ કરતાં સ્ટાફ દોડી ગયો હતો અને આપઘાતના પ્રયાસનું કારણ જાણવા પરિવારની પૂછપરછ હાથ ધરી હતી. પરિણીતાના પતિ રીક્ષા ચલાવે છે અને સંતાનમાં બે પુત્ર છે તેમજ ધંધામાં મંદી આવતાં ઘરમાં આર્થિક ભીંસ આવી હતી અને પતિ પત્ની વચ્ચે અવારનવાર થતાં ઝઘડાથી કંટાળીને પગલું ભર્યાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું હતું.

બે મિત્રોને ફસાવવા યુવતીએ દુષ્કર્મ નાટક કર્યું
​​​​​​​
રાજકોટ શહેરના નાનામવા વિસ્તારમાં રહેતી એક યુવતી ગઈકાલે બપોરના સમયે રાહુલ ચૌહાણના કહેવાથી બે શખ્સો સાથે અવધ રોડ પર આવેલા કાફે પાસેના એપાર્ટમેન્ટમાં જતા બંનેએ ઇચ્છા વિરૂદ્ધ કૃત્ય કર્યું હોવાના આક્ષેપ સાથે સિવિલ હોસ્પિટલમાં દાખલ થઈ હતી. જે અંગે તબીબે તપાસ કરી એમએલસી કરતા આ ઘટના અંગે યુનિવર્સિટી પોલીસ મથકમાં એન્ટ્રી નોંધવામાં આવતા મહિલા પોલીસને સાથે રાખી ઘટના સ્થળ અંગે તપાસ કરતા આ બનાવ લોધિકા પોલીસની હદમાં આવે તેવું જાણવા મળ્યું હતું. જે બાદ બનાવની જાણ થતા જ લોધિકા પોલીસ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં આવી પહોંચી હતી અને મહિલા પોલીસને સાથે રાખી યુવતીનું નિવેદન લીધું હતું તેમાં યુવતી સૌ પ્રથમ અલગ અલગ જવાબ આપતી હોય માટે તેમના પરિવારને બોલાવી સઘન પૂછપરછ કરતા તેણી ભાંગી પડી હતી અને હકીકત જણાવી હતી કે તેમના ફ્રેન્ડ રાહુલ સાથે એક મિત્ર અવાર નવાર પૈસાની માંગણી કરી ઝઘડો કરતો હોય માટે તેને ખોટા ગુન્હામાં ફિટ કરવા આ કાવતરું ઘડ્યું હતું.

અજાણી મહિલાએ ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કર્યો
રાજકોટ શહેરના ગોંડલ રોડ પર કોઠારિયા સોલવન્‍ટ નજીક આશરે 45 વર્ષની એક અજાણી મહિલાએ ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા આજીડેમ પોલીસ મથકના પી.એસ.આઇ આર.વી.કડછા સહિત સ્ટાફ સ્‍થળ પર પહોંચી મહિલાના મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડી મૃતકની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી હતી. મૃતક મહિલાના જમણા હાથ પર અંગ્રેજીમાં રાજ લખાયેલ હોવાનું સામે આવ્યું છે. જો કોઇ આ મહિલાના વાલીવારસ હોય તો આજીડેમ પોલીસ સ્‍ટેશન જાણ કરવા પોલીસે અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...