રાજકોટમાં ઓમિક્રોનની એન્ટ્રી:તાન્ઝાનિયાથી રાજકોટ આવેલા વિદ્યાર્થીનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ, હળવા લક્ષણો જોવા મળ્યા, હાલ સારવાર હેઠળ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
બંને દર્દીને ઓમિક્રોનના વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. - Divya Bhaskar
બંને દર્દીને ઓમિક્રોનના વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે.
  • બંનેના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી

રાજકોટ સિવિલ હોસ્પિટલના એમિક્રોન વોર્ડમાં નવા વેરિઅન્ટના બે શંકાસ્પદ દર્દી દાખલ કરાયા છે. જેમાંથી એકનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બે દિવસ પૂર્વે તાન્ઝાનિયાથી રાજકોટ આવેલા વિદ્યાર્થીનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વિદ્યાર્થી રાજકોટ ભાવનગર હાઇવે પર આવેલ ત્રંબા ગામ સ્થિત આર.કે.યુનિવર્સિટીમાં ચોથા વર્ષમાં અભ્યાસ કરે છે. વિદ્યાર્થીનો અમદાવાદ એરપોર્ટ પર રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. તેની સાથે હોસ્ટેલ રૂમમાં રહેતા બે વિદ્યાર્થીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

આ વિદ્યાર્થી પીડીયું હોસ્પિટલના ઓમિક્રોન વોર્ડમાં સારવાર હેઠળ છે. વિદ્યાર્થીને હાલ હળવા લક્ષણો હોવાનું કલેકટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું કે આર. કે. યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા 23 વર્ષના યુવકને ઓમિક્રોન વાઇરસના શંકાસ્પદ લક્ષણો જણાતા છેલ્લા ત્રણ દિવસથી તેમને પી.ડી.યુ. હોસ્પિટલ ખાતે નિરીક્ષણ હેઠળ રખાયા હતા. તેમનું સેમ્પલ લઈને વધુ તપાસ અર્થે ગાંધીનગર મોકલવામાં આવતાં આજ રોજ તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાજકોટના નાગરિકોને કોરોનાથી બચાવ માટે સાવચેતીના પૂરતા પગલાં લેવા જરૂરી છે.

જ્યારે રાજકોટના યાજ્ઞિક રોડ પર રહેતા 17 વર્ષીય સગીરના​​​​​​​ ઓમિક્રોન રિપોર્ટ આવવાનો હજુ બાકી છે.

108ના ડ્રાઇવરનું પણ સર્વેલન્સ કરાયું
ગત તારીખ 16 ડિસેમ્બરના રોજ ત્રંબાની એક શૈક્ષણિક સંસ્થાનો 23 વર્ષીય વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયો હતો અને તે દિવસે જ તેને રાજકોટ સિવિલના ઓમિક્રોન વોર્ડમાં દાખલ કરાયો હતો. સુત્રોમાંથી જાણવા મળતી માહિતી મુજબ આજે એમિક્રોન વોર્ડમાં હાલ બે દર્દી દાખલ છે. ત્રંબાની એક શૈક્ષણિક સંસ્થાનો 23 વર્ષીય વિદ્યાર્થી આફ્રિકાની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. આ કન્ટ્રી ઓમિક્રોન નોટિફાઇડ હોવાથી ભારે તકેદારી સાથે શૈક્ષણિક સંસ્થા ખાતેથી આ દર્દીને 108 મારફત સિવિલ હોસ્પિટલના ઓમિક્રોન વોર્ડમાં ખસેડાયો હતો. બાદમાં 108ના ડ્રાઈવરનું પણ સર્વેલન્સ કરાયું હતું અને તેનું ટેસ્ટિંગ પણ કરાયું છે. આ ઉપરાંત દર્દીના સંપર્કમાં આવેલા શૈક્ષણિક સંસ્થાના સ્ટાફનો પણ ટેસ્ટ કરાયો હતો.

સિવિલ હોસ્પિટલમાં ઓમિક્રોન વોર્ડ ઉભો કરાયો છે.
સિવિલ હોસ્પિટલમાં ઓમિક્રોન વોર્ડ ઉભો કરાયો છે.

તાન્ઝાનિયાથી આવેલા સગીરના પરિવારજનોના ટેસ્ટની તજવીજ
આ તરફ રાજકોટ શહેરમાં આફ્રિકાના તાન્ઝાનિયાથી આવેલો 17 વર્ષીય સગીરનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા તેના સેમ્પલ લઈ ઓમિક્રોન ચકાસણી માટે ગાંધીનગરની લેબમાં મોકલાયા છે. પરિવાર યાજ્ઞિક રોડ વિસ્તારમાં રહે છે, પરિવારના સભ્યોનો ટેસ્ટ કરવા તજવીજ કરાઈ છે. કારણ કે, પરિવારના સભ્યો પણ તાન્ઝાનિયાથી આવેલા છે. જ્યારે સાવચેતી માટે હાલ સગીરને સિવિલ હોસ્પિટલના ઓમિક્રોન વોર્ડમાં દાખલ કરાયો છે. ઉલ્લેખનીય છે કે હાલ બંને શંકાસ્પદ દર્દીના સેમ્પલ મેળવી ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યા છે, આરોગ્ય વિભાગ પણ બંનેના રિપોર્ટની રાહ જોઈ રહ્યું છે. અગાઉ 3 દર્દીના સેમ્પલ મોકલાવમાં આવ્યા હતા જે નેગેટિવ આવતા તંત્રે રાહતનો શ્વાસ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...