સંશોધન:મેટલમાં લાગતા કાટને માપવા વિદ્યાર્થીએ ઉપકરણ બનાવ્યું

રાજકોટ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બજાર કરતા ત્રીજા ભાગની કિંમતે ઇક્વિપમેન્ટ તૈયાર કર્યું

વીવીપી એન્જિનિયરિંગ કોલેજના સિવિલ ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓએ એક લો-કોસ્ટ કોરોઝોન ટેસ્ટિંગ ઇક્વિપમેન્ટ બનાવ્યું છે જેના દ્વારા બાંધકામમાં મેટલ સ્ટીલમાં લાગતા કાટને માપી શકાશે અને મજબૂતીમાં આવતા ઘટાડાને માપી, બાંધકામમાં જરૂરી સુધારા કરવામાં ઉપયોગી થશે. આર.સી.સી.એ હાલના સમયમાં વપરાતું ખૂબ જ અગત્યનું મટિરિયલ છે અને આર.સી.સી. સ્ટ્રક્ચરમાં કોરોઝોન એ ખૂબ જ હાનિકારક છે અને જો આ માપી શકાય તો સ્ટ્રક્ચરને રિપેર કે મેન્ટેન કરવા માટેની વ્યવસ્થા વિચારી શકાય. આ પ્રોજેક્ટ માટે વિદ્યાર્થીઓને એસ.એસ.આઇ.પી. અંતર્ગત કુલ રૂપિયા 71,555ની ગ્રાન્ટ મળી છે.

હાલ કોરોઝોન ટેસ્ટિંગ ઈક્વિપમેન્ટ ચાઇના, ઓસ્ટ્રેલિયા, કેનેડા વગેરે દેશોમાંથી ઓછામાં ઓછી કિંમત એક લાખથી શરૂ થાય છે. જે વીવીપીના વિદ્યાર્થીઓ કાલાવડિયા સાવન, અકબરી સાવન, અભિ ડોડિયા, મંત્રમ વછરાજાની, ગૌતમ બારભૈયા, સત્યરાજસિંહ જાડેજા દ્વારા આશરે કિંમત રૂા. 30,000 રૂપિયામાં બનાવ્યું. આ પ્રોજેક્ટને સિવિલ ડિપાર્ટમેન્ટના પ્રોફેસર ભાર્ગવભાઈ ગોકાણી તેમજ પ્રોફેસર ડોક્ટર જયસુખભાઇ મારકણા ગાઈડ કરી રહ્યાં છે. આ પ્રોજેક્ટ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી અંતર્ગત પસંદગી પામ્યા છે. આ ઇક્વિપમેન્ટ બનાવવા માટે કોપર ઇલેક્ટ્રોડ, સિલ્વર ઇલેક્ટ્રોડ આરડીઓનો, હંતેક, સીપી વોલ્ટમીટર જેવા વિવિધ ઉપકરણોમાં ઉપયોગ થયો છે.

અન્ય સમાચારો પણ છે...