• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • A Speeding Vehicle Hit A Bike On The National Highway In Jetpur, Killing The Biker On The Spot And Registering A Crime Against The Car Driver.

કાર બની યમદૂત:જેતપુરના નેશનલ હાઈ વે પર પુરપાટ વેગે આવતી ગાડીએ બાઇકને અડફેટે લેતા બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત,કાર ચાલક સામે ગુન્હો નોંધાયો

જેતપુર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
અથડાયેલી કારની ફાઈલ તસવીર - Divya Bhaskar
અથડાયેલી કારની ફાઈલ તસવીર
  • મૃતક યુવક બે બહેનનો એકનો એક ભાઈ અને ઘરનો આધારસ્થંભ હતો,પરિવારમાં શોક

જેતપુરના જેતલસર ગામ પાસે આવેલા નેશનલ હાઈ વે પર એક કાર યમદૂત બનીને આવી હતી. જ્યાં પુરપાટ વેગે આવતી ગાડીએ સામેથી આવતા બાઈકને અડફેટે લેતા બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત થયું છે. આ બનાવની જાણ થતા મૃતક યુવકના પરિવારજનો અને પોલીસે ઘટનાસ્થળે દોડી જઇને આગળની કાર્યવાહી આરંભી હતી.

યુવક દૈનિક જેતપુરથી બાઈકમાં અપડાઉન કરતો હતો
આ મુદ્દે જેતપુરની નવી સાંકડી ગામે રહેતા મૃતક આશિષ ઠુમ્મરના પિતા કનુભાઇ ઠુમ્મરે પોલીસ ફરિયાદમાં કા ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.
જ્યાં તેમણે જણાવ્યું હતું કે,હું મારા પરીવાર સાથે રહુ છુ મારે સંતાનમાં બે દીકરીઓ છે. અને એક પુત્ર આશીષ છે. આ આશીષના લગ્ન થયેલ નથી અને તેમના પાસે GJ-03 JA 7566 નંબર પ્લેટ વાળું બાઇક છે. મારો દીકરો જેતપુર પટેલ ઇલેકટ્રોનીકસ મા ટીવી.ફ્રીઝ નુ રીપેરીંગ કામ ની મજુરી કરે છે.તે રોજ જેતપુર આ તેના બાઇકમા અપડાઉન કરે છે.

યુવક જેતપુરની દુકાનમા રીપેરીંગ કરતો હતો
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તા.21/11ના રોજ આ મારો દીકરો આશીષ જેતપુરમાં પટેલ ઇલેકટ્રોનીકસ દુકાનમા રીપેરીંગ કામની મજુરી કરી પરત અમારા ઘરે સાજના સમયે આવતો હતો અને આ પછી તા.21/11ના સાંજના સાતેક વાગ્યા ના વખતે આ મારો દીકરો સોરઠ હોટલ પહેલા આવતા ફાર્મ હીલ સીંગદાણાના કારખાના પાસે આવતા સામેથી એક ફોરવ્હીલ કારના ચાલકે તેમને અડફેટે લેતા અકસ્માત થયો હતો.

પોલીસે ફરિયાદના આધારે આગળની કાર્યવાહી આરંભી
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે,જેથી હુ તથા મારા ભત્રીજાઓ બનાવ સ્થળે ગયેલ હતા અને આ જગ્યા એ મારા દીકરા આશીષનુ બાઇક પડેલ હતુ અને આ મારા દીકરા ને જુનાગઢની સરકારી હોસ્પિટલમાં લઇ ગયા હતા.આ અકસ્માત કરેલ કાર પણ પડેલ હતી જેના નંબર જોતા GJ 03D 5884 હતા મારા દીકરાની સારવાર ચાલુ હતી અને રાત્રીના નવેક વાગ્યાના વખતે અહી ફરજના તબીબે મારા પુત્ર આશીષને મૃતજાહેર કર્યો હતો. હાલ જેતપુર પોલીસે આ ફરિયાદના આધારે આગળની કાર્યવાહી આરંભી હતી.