તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્ત્રીશક્તિકરણ:રાજકોટમાં ચાલતી મહિલાઓ માટેની ખાસ તાલીમશાળા, 500 બહેનોને માર્ગદર્શન આપી આત્મનિર્ભર બનાવી

રાજકોટ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજકોટમાં આજથી 9 વર્ષ પહેલાં શરૂ થયું હતંુ મહિલાઓને પગભર બનાવવાનું મહાતાલીમ અભિયાન
  • અહીં સુશોભન જેવી સ્કિલ ઉપરાંત બેન્કિંગ કામકાજની તાલીમ મેળવીને બહેનો 20 હજાર સુધીની આવક મેળવે છે

રાજકોટમાં સમાજની બહેનો પગભર બને એ માટે તાલીમશાળા ચાલે છે જેમાં બહેનોને વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની તાલીમ, બેન્કિંગના કામકાજ, પોતાની આવડતને લોકો સુધી કઈ રીતે પહોંચાડવી એ બધી બાબતો અંગે માર્ગદર્શન આપવામાં આવે છે. તાલીમ શાળામાંથી તાલીમ લીધા બાદ બહેનો પગભર બને છે અને બીજી બહેનોને પણ મદદરૂપ થાય છે. આ અભિયાન વર્ષ 2012થી ચાલે છે અને તેમાં જોડાયેલી બહેનો 5 હજારથી લઈને 20 હજારથી વધુ આવક રળી લે છે. અત્યાર સુધીમાં 500થી વધુ બહેનોને પગભર કરવામા આવી છે.

બ્રહ્મક્ષત્રિય સમાજના પ્રમુખ ઉષાબેન સોનેજી જણાવે છે કે, ‘બહેનો માટે જે આત્મનિર્ભર અભિયાન ચાલે છે એમાં 25 વર્ષની યુવતીથી લઈને 70 વર્ષના વૃદ્ધા પણ જોડાયેલા છે. આ બધી બહેનો માટે સમયાંતરે તાલીમ કાર્યક્રમ રાખવામાં આવે છે. જેમાં સુશોભનની વસ્તુ જેમ કે સાથિયા બનાવવા, તોરણ બનાવવા, શુભ લાભના પ્રતીક બનાવવા જેવા કલા અને કૌશલ્યના કામો તેમજ વ્યવહારું જ્ઞાન માટે બહેનોને બેન્ક કામકાજની માહિતી આપવી, સિવણ માટેની તાલીમ આપવી, તેમજ સલાડ ડેકોરેશન સહિતની તાલીમ આપવામાં આવે છે.

વાર તહેવારે પ્રદર્શન મેળો રાખવામાં આવે છે. જેથી સમાજની બહેનો એકબીજાની આવડત જાણી શકે અને એક બીજા સાથે આત્મીયતા વધે. જ્યારે બહેનોને આત્મનિર્ભર બનાવવા માટેના કામગીરી-અભિયાનની શરૂઆત માટે જ્યારે નોંધણી શરૂ કરવામાં આવી ત્યારે એક જ દિવસમાં 85 જેટલી બહેનોનું રજિસ્ટ્રેશન થયું હતું.

અન્ય સમાચારો પણ છે...