18 ટ્રિપ દોડશે:ઓખા-દિલ્હી સરાઈ રોહિલ્લા વચ્ચે મંગળવારથી જૂન સુધી સ્પેશિયલ ટ્રેન દોડશે

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વેકેશનને કારણે 3 મહિનાનું વેઈટિંગ

ઓખા - દિલ્હી સરાઈ રોહિલ્લા વચ્ચે વિશેષ ભાડા સાથે સમર સુપરફાસ્ટ સ્પેશ્યિલ ટ્રેન ચલાવવા માટેનો નિર્ણય લીધો છે. ઓખા- દિલ્હી સરાઈ રોહિલ્લા સુપરફાસ્ટની 18 ટ્રિપ દોડશે. આ ટ્રેન 19 એપ્રિલથી શરૂ થશે અને 14 જૂન 2022 સુધી ચાલશે. દિલ્હી સરાઇ રોહિલ્લા સ્પેશિયલ દર મંગળવારે ઓખાથી સવારે 10.00 કલાકે ઉપડશે અને તે જ દિવસે રાજકોટ ખાતે બપોરે 2.45 કલાકે પહોંચશે. જ્યારે બીજા દિવસે સવારે 10.10 કલાકે દિલ્હી સરાઇ રોહિલ્લા પહોંચશે.

જ્યારે રિટર્નમાં આ વધારાની ટ્રિપ 20 એપ્રિલથી શરૂ થશે. ઓખા સ્પેશિયલ દિલ્હી સરાઇ રોહિલ્લાથી આ ટ્રેન દર બુધવારે બપોરે 1.20 કલાકે ઉપડશે અને બીજા દિવસે રાજકોટ ખાતે સવારે 9.00 કલાકે પહોંચશે. આ ટ્રેન 20 એપ્રિલથી શરૂ થશે અને 15 જૂન સુધી ટ્રેન દોડશે. આ સિવાય અન્ય ટ્રેનમાં વધારાના ટ્રાફિકને પહોંચી વળવા માટે વધારાનો કોચ જોડવામાં આવ્યો છે.

જેમાં ઓખા - મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ એક્સપ્રેસમા ઓખાથી ગત સપ્તાહેથી જોડવામાં આવશે અને 3 જૂન સુધી વધારાના કોચની સુવિધા મળી રહેશે. ટ્રેનમાં વધારાનો થર્ડ એસી કોચ જોડવામાં આવ્યો છે. વેરાવળ-બાંદ્રા સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસમાં મે મહિના સુધી વધારાના કોચ લગાવવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...