હ્રતિક રોશનની બહુચર્ચિત ફિલ્મ 'સુપર 30' તેના જરૂરિયાતમંદ વિદ્યાર્થીનીઓને વિનામૂલ્યે શિક્ષણ આપવાના અભિગમને કારણે પ્રખ્યાત બની હતી. ત્યારે રાજકોટમાં આ ફિલ્મ જેવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં શહેરની લાલ બહાદુર શાસ્ત્રી કન્યા વિદ્યાલય સરકારી ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોએ ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓની માટે નવા શૈક્ષણિક વર્ષથી દર રવિવારે આઠ કલાક વિનામૂલ્યે શિક્ષણ આપવાનો અભિગમ કેળવ્યો છે.
જરૂરિયાતમંદ બાળકો પ્રાઇવેટ કોચિંગ ક્લાસ નથી કરી શકતા
આ અંગે લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલયના આચાર્ય ભરતસિંહ પરમારે મીડિયાને જણાવ્યું હતું કે, બોર્ડના વર્ષમાં પ્રવેશ કરતાંની સાથે જ વિદ્યાર્થીઓ ખાનગી કોચિંગ ક્લાસીસમાં હજારો લાખો રૂપિયાની ફી ભરીને સ્પેશ્યલ કોચિંગ મેળવતા હોય છે. બોર્ડનું આ વર્ષ તમામ વિદ્યાર્થીનીઓ માટે મહત્વરૂપ હોવા છતાં પણ જરૂરિયાતમંદ પરિવારના સંતાનો અલગથી પ્રાઇવેટ કોચિંગ કે પછી સેલ્ફ ફાયનાન્સ સ્કૂલમાં એડમિશન મેળવી શકતા નથી.
ખાસ લેક્ચર ગોઠવવામાં આવશે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જેથી આ વિદ્યાર્થીનીઓમાં ઘણી વખત લઘુતાગ્રંથિ બંધાઈ જતી હોય છે, આવી માનસીકતાથી વિદ્યાર્થી ન પીડાય તે માટે અમારી સ્કૂલ લાલ બહાદુર શાસ્ત્રી કન્યા વિદ્યાલયના ટ્રસ્ટીઓના માર્ગદર્શન સાથે અમારી ટીમ દ્વારા એક નવતર અભિગમ કેળવ્યો છે. નવા શૈક્ષણિક વર્ષથી ધોરણ-10 અને 12ની વિદ્યાર્થિનીઓને શાળા ઉપરાંત વિનામૂલ્યે એક્સ્ટ્રા ક્લાસમાં શિક્ષણ આપી શકાય એ માટે 18 શિક્ષકોની ટીમ બનાવી છે. તેમના દ્વારા નવા શૈક્ષણિક વર્ષથી દર રવિવારે સવારે 8 વાગ્યાથી એક વાગ્યા સુધી આ શાળામાં ભણતી ધોરણ 10 અને 12ની વિદ્યાર્થીનીઓ માટે ખાસ લેક્ચર ગોઠવવામાં આવશે.
ડિફિકલ્ટી સોલ્વ કરવામાં
લાલ બહાદુર શાસ્ત્રી સ્કૂલમાં સ્માર્ટ ક્લાસ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ત્યારે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે દર રવિવારે એક્સ્ટ્રા ક્લાસીસ ચાલશે તેમાં શિક્ષકો દ્વારા ઓડિયો અને વિડીયો દ્વારા વિદ્યાર્થીઓને રીતે અલગ કરી રહેલી ડિફિકલ્ટી સોલ્વ કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.