• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • A Special Celebration Was Held At Sardhar Swaminarayan Temple To Mark The Completion Of Two Years Of Uninterrupted House Meeting.

દ્વિતીય વાર્ષિકોત્સવ:સરધાર સ્વામિનારાયણ મંદિરમાં અવિરત ચાલતી ઘરસભાને બે વર્ષ પૂર્ણ કરાતા ખાસ ઉજવણી કરાઇ

આટકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વડતાલના આચાર્ય રાકેશપ્રસાદે આપી હાજરી, અસંખ્ય હરિભક્તો જોડાયા

સતત બે વર્ષથી અવિરત ચાલતી દિવ્ય ઘરસભાને બે વર્ષ પૂર્ણ થતા હોય તે નિમિતે તીર્થધામ સરધારમાં દ્વિવાર્ષિક ઘરસભા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સરધાર મંદિરના મહંત નિત્યસ્વરૂપદાસજી સ્વામીએ સરધારધામને તુલસીના પાંદડે રાધારમણ દેવને અર્પણ કરીને સંપ્રદાયમાં એક ઇતિહાસ રચ્યો છે એવી અર્પણવિધિ કરવામાં આવી.

આ પ્રસંગે વડતાલદેશના આચાર્ય રાકેશપ્રસાદ સાથે સંપ્રદાયના સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા. જેમના સત્સંગનો લાભ ભક્તોએ લીધો હતો. આ પ્રસંગે દિવ્ય કથાવાર્તા , સાંસ્કૃતિક કાર્યક્રમો ,પુસ્તક વિમોચનો તેમજ સંતોના પ્રવચનો થયા હતા.

આ અવસરે હજારો હરિભક્તોએ ભોજન, પ્રસાદ અને કથાવાર્તાનો લાભ લીધો હતો. આ કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા અન્ય રાજકીય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ મહોત્સવમાં બ્લડ ડોનેશન કેમ્પનું પણ યોજાયો હતો.

અન્ય સમાચારો પણ છે...