રાજકોટના ઉપલેટામાં માકડિયા પરિવારના એકના એક પુત્ર યશે હિમાલચલપ્રદેશમાં આર્મીની ટ્રેનિંગ પૂરી કરી આજે વતન આવ્યો હતો. ત્યારે ડીજેના તાલે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા તેમનું ફૂલોનો હાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. ઉપલેટા દેશભક્તિના રંગે રંગાયું હોય તેવા દૃશ્યો જોવા મળ્યા હતા.
હિમાચલપ્રદેશમા મિલેટ્રી કેમ્પમાં ટ્રેનિંગ લીધી
ઉપલેટાના મહેશભાઇ માકડિયાના એકના એક પુત્ર યશે દેશભક્તિથી પ્રેરાઇને આર્મીમાં જવાનું પસંદ કર્યું હતું. જેમાં તેમની આર્મીમાં પસંદગી બાદ તેમને હિમાચલ પ્રદેશમાં મિલેટ્રી કેમ્પમાં ટ્રેનિંગ માટે મોકલવામાં આવ્યો હતો. આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી ઘરે પરત આવતા યશનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. યશે પિતા મહેશભાઇને આર્મીની કેપ પહેરાવતા જ ભાવુક દૃશ્યો જોવા મળ્યા હતા.
યશે પ્રથમ રામજી મંદિરે પૂજા કરી
ઉપલેટામાં તેમના વતન એવા નવાપરા સ્થિત નિવાસ્થાને આવતા પ્રથમ રામજી મંદિર ખાતે શહેરના રાજકીય, સામાજિક, સેવાકીય અને ધાર્મિક આગેવાનોએ ફૂલનો હાર પહેરાવી યશનું સ્વાગત કર્યું હતું. સાથે માકડિયા પરિવાર અને નવાપરા યુવક મંડળ દ્વારા ડી.જે.ના તાલે ફટાકડા ફોડી ‘ભારત માતા કી જય’ના નારા લગાવી સ્વાગત કરાયું હતું. યશે રામજી મંદિરમાં પૂજા અને દર્શન કર્યા હતા. ત્યારે ઉપસ્થિત તમામની આંખો ભીની થઇ હતી અને યશ માકડિયાના હારતોરા કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.