તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વ્યવસ્થા:વિદેશ જતા વિદ્યાર્થીને રસી આપવા અલગ કેન્દ્ર ફાળવાયું

રાજકોટ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રામનાથપરા આરોગ્ય કેન્દ્ર પર ખાસ વ્યવસ્થા

કોવિશિલ્ડ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધા બાદના 84મા દિવસે બીજો ડોઝ આપવામાં આવે છે. જેથી વિદેશ જવા ઈચ્છતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. વિઝા સહિતની કામગીરી પૂરી થઈ ગઈ હોઈ ફક્ત વેક્સિન લેવા માટે રોકાવવું પડે જેથી અભ્યાસ પર અસર થઈ શકે છે.

આવા વિદ્યાર્થીઓ માટે અલાયદી વ્યવસ્થા કરીને રાજકોટ મનપાની વેબસાઈટ પર રજિસ્ટ્રેશન શરૂ કરાયું છે. જેમાં એવા વિદ્યાર્થીઓ કે જેમણે રસીનો પહેલો ડોઝ લઈ લીધો છે અને 28 દિવસ પૂરા થાય એટલે બીજો ડોઝ આપી દેવાશે. આ માટે રામનાથપરા આરોગ્ય કેન્દ્ર (21,રામનાથપરા, માળિયાનો ઉતારો, મેટ્રો પાનની પાસે) સવારે 9થી 12 દરમિયાન વ્યવસ્થા રાખી છે. વિદેશ જનાર વિદ્યાર્થીએ વેબસાઈટ પર રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.

કોવેક્સિના બીજા ડોઝ આજથી આપવાનું શરૂ
કોવેક્સિન રસીનો બીજો ડોઝ 28 દિવસ બાદ લેવાનો હોય છે. રાજકોટમાં કોવિશિલ્ડ ઉપરાંત કોવેક્સિન પણ આપવામાં આવી હતી તેથી કોવેક્સિન જેણે લીધી હોય તેમના 28 દિવસ પૂરા થતા આ રસી પણ આપવાનુ મંગળવારથી શરૂ થશે. જેઓએ પહેલો ડોઝ લીધો છે તેમણે બીજા ડોઝ માટે કોવિન પોર્ટલ પર એપોઈમેન્ટ બુક કરવાની રહેશે તેમ મનપાએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...