તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેમિનાર:ધો.12ના વિદ્યાર્થીઓ માટે સીએમાં કારકિર્દી ઘડવા સેમિનાર યોજાયો

રાજકોટ11 દિવસ પહેલા
  • કૉપી લિંક

ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા મંગળવારે ધો.12ના વિદ્યાર્થીઓ માટે ચાર્ટર્ડ એકાઉન્ટના અભ્યાસક્રમ અને કારકિર્દી માર્ગદર્શન અંગે ઓનલાઈન સેમિનાર યોજાયો હતો જેમાં ઇન્સ્ટિટ્યૂટના નિષ્ણાત વક્તાઓએ વિદ્યાર્થીઓને ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.

ધો.12 પછી હવે કોમર્સમાં કઈ રીતે કારકિર્દી બનાવવી તે વિશે વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ વિચારતા હોય છે. કોમર્સમાં શ્રેષ્ઠ કારકિર્દીની વાત આવે ત્યારે તેમાં CAની કારકિર્દીમાં રહેલી ઉજ્જવળ તક વિશે વિચારવામાં આવતું હોય છે. આ સેમિનારમાં રાજકોટ ICAIના ચેરમેન CA હાર્દિક વ્યાસે CAના ઇન્સ્ટિટ્યૂટ તેમજ અભ્યાસક્રમ વિશે માહિતી આપી હતી. સંજય લાખાણી CAના વર્ગો, તાલીમ અને પરીક્ષાને લગતી માહિતી આપી. રેવત શાહે પરીક્ષાની તૈયારી કેમ કરવી તેના વિષે માર્ગદર્શન આપ્યું. કલ્પેશ પારેખે સીએ કારકિર્દીમાં રહેલી તકો વિશે માહિતી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...