તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:સ્કૂલકાળનો મિત્ર કારણ વગર છરીના 6 ઘા ઝીંકી નાસી ગયો

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • અમીન માર્ગ પર રાત્રી કર્ફ્યૂના સમયે બનેલો બનાવ
  • ઓટે બેસવા મુદ્દે 3 શખ્સે મહિલા, પ્રૌઢને માર માર્યો

શહેરમાં રોજિંદા બની ગયેલા મારામારીના એક વિચિત્ર બનાવમાં કારખાનેદાર યુવાન પર તેના સ્કૂલકાળના મિત્રએ કોઇ કારણ વગર છરીથી હુમલો કરતા મામલો પોલીસમાં પહોંચ્યો છે. અન્ય એક બનાવમાં ઓટા પર બેસવાના મુદ્દે ત્રણ શખ્સે મહિલા અને પ્રૌઢને માર માર્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ છે.પડધરીમાં સ્ટીલના પાઇપની ફેક્ટરી ધરાવતા અને રાજકોટના અમીન માર્ગ પર રહેતા ચિંતન જીવણભાઇ ફળદુ નામના યુવાને નોંધાવેલી ફરિયાદ મુજબ, તે સોમવારે રાતે ઘરે હતો. ત્યારે સ્કૂલકાળનો મિત્ર રવિ પાડોદરા ઘરે આવ્યો હોવાની અને તે નીચે બોલાવતો હોવાની ભાભીએ વાત કરી હતી.

જેથી પોતે નાઇટ ડ્રેસમાં જ નીચે ગયો હતો. નીચે પહોંચતાની સાથે જ અચનાક રવિએ શાકભાજી સમારવાની છરીથી હુમલો કરી બાવડામાં, પીઠમાં, મોઢા, નાક, માથું અને પગના સાથળમાં ઘા ઝીંકી દીધા હતા. સ્કૂલકાળના મિત્ર રવિએ કરેલા અચાનક હુમલામાં પોતાને ઇજા થતા બૂમાબૂમ કરી મૂકી હતી. જેથી ભાઇ-ભાભી, પત્ની સહિતનાઓ દોડી આવતા રવિ બાઇક લઇ નાસી ગયો હતો. હુમલામાં પોતાને ઇજા થતા ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી. રવિ સાથે કોઇ વાંધો નથી કે કોઇ પૈસાની લેતીદેતી નથી થઇ.

ક્યા કારણોસર સ્કૂલ મિત્રએ હુમલો કર્યો તેનાથી પોતે પણ અજાણ હોવાનું યુવાને પોલીસને જણાવ્યું હતું. માલવિયાનગર પોલીસના પીએસઆઇ બી.બી.રાણાએ ગુનો નોંધી રવિ પાડોદરાને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.અન્ય બનાવમાં શક્તિ સોસાયટી-12માં ઓટા પર બેસવાના મુદ્દે ભરત પલાળિયા અને તેની સાથેના બે અજાણ્યા શખ્સે ધારા અરવિંદભાઇ સકોરિયા, તેના કાકા-કાકી સહિતનાઓ પર ધોકાથી હુમલો કરી ઇજા પહોંચાડ્યાની બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...