રાજકોટમાં કેજરીવાલનો રોડ-શો:કોઠારિયા ચોકડીથી સોરઠિયાવાડી સર્કલ સુધી રોડ-શો યોજાયો, લોકો ઉમટતા શક્તિ પ્રદર્શનના દૃશ્યો જોવા મળ્યા

રાજકોટ20 દિવસ પહેલા
અરવિંદ કેજરીવાલના રોડ-શોમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો જંગ જામ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રના રાજકારણના એપી સેન્ટર રાજકોટમાં રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. આજે રવિવારે સાંજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો રાજકોટમાં રોડ-શો યોજાયો હતો. શહેરની કોઠારિયા ચોકડીથી સોરઠિયાવાડી સર્કલ સુધી કેજરીવાલનો રોડ-શો યોજાયો હતો. રોડ-શોના રૂટમાં લોકોએ કેજરીવાલ પર ફૂલનો વરસાદ કર્યો હતો. મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા શક્તિ પ્રદર્શનના દૃશ્યો જોવા મળ્યા હતા.

કેજરીવાલે રાજકોટમાં પ્રચાર ઝડપી બનાવ્યો
સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીએ ચૂંટણી પ્રચાર જોરશોરથી શરૂ કરી દીધો છે. આજે અરવિંદ કેજરીવાલવો વાંકાનેર, ચોટીલા અને બાદમાં રાજકોટમાં રોડ-શો યોજાયો હતો. રાજકોટના રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. તેમજ પાર્ટીના ઝંડા સાથે લોકો રોડ-શો દરમિયાન જોવા મળ્યા હતા. અરવિંદ કેજરીવાલે પણ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. તેમજ કારમાંથી નીચા નમી લોકો સાથે હાથ મીલાવ્યા હતા.

કેજરીવાલે લોકોનું અભિવાદન ઝીલ્યું.
કેજરીવાલે લોકોનું અભિવાદન ઝીલ્યું.

રાજકોટના બે ઉમેદવાર રોડ-શોમાં જોડાયા
આમ આદમી પાર્ટીના રાજકોટના બે ઉમેદવાર શિવલાલ બારસીયા અને વશરામ સાગઠિયા પણ રોડ-શોમાં જોડાયા હતા. આ બન્ને ઉમેદવાર કાર પર પલાઠી વાળીને બેસી ગયા હતા. બન્ને નેતાઓએ પણ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. તેમજ અરવિંદ કેજરીવાલે હાથ ઉંચો કરી લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. તેમજ રોડ-શોમાં મહિલાઓ પણ જોડાઈ હતી.

લોકોએ કેજરીવાલ પર ફૂલનો વરસાદ કર્યો.
લોકોએ કેજરીવાલ પર ફૂલનો વરસાદ કર્યો.

મોરબી દુર્ઘટનાને લઈ સરકાર પર પ્રહારો કર્યા હતા
મોરબી દુર્ઘટના મુદ્દે કેજરીવાલે જણાવ્યું હતું કે, મોરબી ઘટનામાં પોલીસે હજુ સુધી FIRમાં ઓરેવા કંપનીના માલિકનું નામ લખ્યું નથી. આ ભાજપની ભ્રષ્ટ સરકારની નિશાની છે. સરકાર અમારા પર ફટાકડાના મુદ્દે આક્ષેપ લગાવે છે, પણ માત્ર દિલ્હીમાં જ પ્રદુષણ નથી વધ્યું, આખા દેશમાં પ્રદુષણ વધ્યું છે. પ્રદુષણ માત્ર દિલ્હીનો પ્રશ્ન નથી. ઉત્તર પ્રદેશ સહિતના અનેક રાજ્યોની આ સમસ્યા છે. આ એક રાષ્ટ્રીય સમસ્યા છે. મને પાંચ વર્ષ આપી દ્યો, હું કામ ન કરું તો હું વોટ માગવા નહીં આવું. મારી પાસે ચૂંટણી લડવાના પૈસા નથી, ફક્કડ માણસ છું.

લોકો સાથે પણ મિલાવ્યા.
લોકો સાથે પણ મિલાવ્યા.

ગઈકાલે પણ કેજરીવાલ રાજકોટ આવ્યા હતા
અરવિંદ કેજરીવાલ ગઈકાલે રાજકોટ આવ્યા હતા. ત્યારે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ઇન્દ્રનીલ રાજ્યગુરૂ પાર્ટીમાં હતા ત્યારે કંઈ ન કહ્યું હવે તેઓ બોલી રહ્યા છે. ઈન્દ્રનીલ રાજ્યગુરૂને CMના ઉમેદવાર બનવું હતું, પણ ઈસુદાન ગઢવી CM પદ માટે જાહેર થયા એટલે તેમને તકલીફ પડી. ઈન્દ્રનીલ રાજ્યગુરૂ લોકોમાં સ્વીકાર્ય ચહેરો નથી જેથી કોઇ ફરક નહીં પડે, ઈન્દ્રનીલ રાજ્યગુરૂ પાર્ટી છોડીને ગયા એટલે કાંઈ પણ બોલશે જ, પણ મને કોઈ ફરક પડતો નથી.

રાજકોટના બે ઉમેદવાર કાર બેસી રોડ-શોમાં જોડાયા.
રાજકોટના બે ઉમેદવાર કાર બેસી રોડ-શોમાં જોડાયા.

એક વર્ષનો સમય આપો, પ્રદુષણ ઘટાડી દઈશું
કેજરીવાલે વધુમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર આ અંગે આયોજન કરવાને બદલે કેજરીવાલને ગાળો દેવાનું ચાલુ કર્યું છે. પંજાબના ખેડૂતો પરાળી સળગાવી રહ્યા છે, જે માટે ખેડૂતો પણ મજબૂર છે. દિલ્હી સરકાર આ માટે યોગ્ય આયોજન કરી રહ્યા છે, એક વર્ષમાં અમે સફળ આયોજન કરી દઈશું. અમે પ્રદુષણ મામલે પગલાં લીધા પરંતુ હજી આ પ્રદુષણ ઓછું થયું નથી. પણ અમે 1 વર્ષમાં પ્રદુષણ ઘટાડી દઈશું.

ચાલુ રોડ-શોમાં લોકોને ભાષણ આપ્યું.
ચાલુ રોડ-શોમાં લોકોને ભાષણ આપ્યું.
અન્ય સમાચારો પણ છે...