રાજકોટ કલેકટરને રજૂઆત:જામનગરના નરમાણા ગામે મહિલાની છેડતી બાબતે કોન્સ્ટેબલ સામે કાર્યવાહી કરવા ઉગ્ર માંગ, સુત્રોચાર સાથે રેલી યોજાઈ

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સુત્રોચાર સાથે રેલી યોજાઈ - Divya Bhaskar
સુત્રોચાર સાથે રેલી યોજાઈ

તાજેતરમાં જામજોધપુર તાલુકાના નરમાણા ગામે મહિલાને ગુજરાત પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા પૃથ્વીરાજસિંહ જાડેજા નામના વ્યક્તિએ છેડતી કરીને બે લાફા માર્યા હોવાની ઘટના સામે આવી હતી. ત્યારે અત્યાર સુધીમાં પોલીસ કોન્સ્ટેબલ ઉપર કોઈપણ પ્રકારની થતા રઘુવંશી સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી સુત્રોચાર સાથે રેલી પણ યોજી હતી.

મહિલા ત્યાથી બચીને નાસી ગયા હતાં
આ અંગે રઘુવંશી યુવા શક્તિ સંઘના પ્રદેશ પ્રમુખ ધવલ કાછેલાએ મીડિયાને જણાવ્યું હતું કે, ગત તા.23ના રોજ જામજોધપુર તાલુકાના નરમાણા ગામમાં રહેતી એક મહિલા એક્ટિવા લઇ ઘરે થઇ રહ્યા હતાં. ત્યારે પોલીસ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ જાડેજાએ મહિલાને અટકાવીને તેનો હાથ પડકી અભદ્ર ભાષામાં અશોભનીય માંગણી કરી હતી. ત્યારે પાછળ અન્ય ગાડી આવતાં પોલીસ કોન્સ્ટેબલ હાથ છોડતા મહિલા ત્યાથી બચીને નાસી ગયા હતાં. આ અંગે મહિલાના પતિ દ્વારા ગામના સરપંચ અને પોલીસ કોન્સ્ટેબલના ભાઇને જાણ કરતાં તેમણે સમાધાનની વાત કરતાં સમાધાનની વાત કરી હતી. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલે ઉશ્કેરાઇ જઇ મહિલાને બે લાફા પણ માર્યા હતા. જેને પગલે મહિલાના પરિવાર દ્વારા 100 નંબર ઉપર જાણ કરવામાં આવી હતી.

કાર્યવાહી કરવા માંગ
આ અંગે હજી સુધી કાયદાકીય કાર્યવાહી થઇ નથી અને પોલીસ દ્વારા કોન્સ્ટેબલની ધરપકડ કે શોધખોળ કરાઇ નથી. ત્યારે આ અંગે કાર્યવાહી કરવા રઘુવંશી યુવા શકિત સંઘ દ્વારા રાજકોટમાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને આ અંગે કાર્યવાહી કરવામાં નહી આવે તો વધુ ઉગ્ર રજૂઆતની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...