રાજકોટમાં સરકારી કર્મીઓ રસ્તા પર ઉતર્યા:સાતમા પગારપંચની અમલવારી, કરારી ભરતી બંધ કરવા સહિતના પ્રશ્નોને લઇ રેલી યોજી ઉગ્ર સુત્રોચ્ચાર કર્યા

રાજકોટ23 દિવસ પહેલા
અલગ અલગ સ્લોગન લખેલા બેનર સાથે મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓની રેલી યોજાઈ.

જૂની પેન્શન યોજના, સાતમાં પગાર પંચની અમલવારી, કરારી ભરતી બંધ કરવા સહિતના પ્રશ્નો સરકારી વિભાગોના કર્મચારીઓ દ્વારા સરકાર સામે વિરોધ નોંધાવી આંદોલનના કાર્યક્રમો નક્કી કરવામાં આવ્યા હતા. જે અંતર્ગત આજે રાજકોટ સહિત રાજ્યભરમાં જિલ્લા કક્ષાએ સરકારી કર્મચારીઓ દ્વારા રેલી યોજી ઉગ્ર સૂત્રોચ્ચાર કરી પ્રશ્નોના નિરાકરણ માટે કલેક્ટરને આવેદનપત્ર પાઠવામાં આવ્યું હતું. આ સાથે સરકારી કર્મચારીઓ દ્વારા આગામી 11 સપ્ટેમ્બરના રોજ ઝોન કક્ષાએ રેલી યોજી આવેદન આપવામાં આવશે. ત્યારબાદ 17 સપ્ટેમ્બરના રોજ માસ સીએલ, 22 સપ્ટેમ્બરના પેનડાઉન અને 30 સપ્ટેમબરથી અચોક્કસ મુદતની હડતાલનું એલાન કરવામાં આવ્યું છે.

આંદોલનથી સરકાર પર દબાણ ઉભું થઈ શકે
રાજકોટ સહિત રાજ્યભરના સરકારી કર્મચારીઓ પોતાની માગને લઇ આજથી વિરોધ નોંધાવી રહ્યા છે. ચૂંટણી પહેલા જ જૂની પેન્શન યોજના, ગ્રેડ પે તથા સાતમા પગાર પંચના લાભો સહિતના પ્રશ્નોને લઈને આજથી આંઘેલન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ તબક્કામાં જિલ્લા કક્ષાએ કલેક્ટરને આવેદનપત્ર આપીને સરકાર સુધી રજૂઆત પહોંચાડવામાં આવી છે. ત્યારે ચૂંટણી પહેલા જ આ રીતે મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓના આંદોલનથી સરકાર પર પણ દબાણ ઉભું થઇ શકે તેમ છે.

સરકારી કર્મચારીઓએ રેલીમાં સુત્રોચ્ચાર કર્યા.
સરકારી કર્મચારીઓએ રેલીમાં સુત્રોચ્ચાર કર્યા.

બહુમાળી ભવનથી કલેક્ટર કચેરી સુધી રેલી
શહેરના બહુમાળી ભવનથી શરૂ થયેલી રેલીમાં મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓ જોડાયા હતા. હાથમાં પ્‍લે કાર્ડ અને સુત્રોચ્ચાર સાથે બહુમાળી ભવન ચોકથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી રેલી યોજી આવેદન પત્ર પાઠવી માગણીઓ સ્‍વીકારવાની માગ કરવામાં આવી હતી. કર્મચારી મહાસંઘ યોજીત આ રેલીમાં સાતમું પગાર પંચ, જૂની પેન્‍શન યોજના, એરિયર્સ સહિતના 10થી વધુ પ્રશ્નો અને માગણીઓ સરકારને આપવા જિલ્લા કલેક્ટરને આવેદન પણ આપવામાં આવ્યું હતું. કર્મચારીઓના અનેક પ્રશ્નો અને માગો ઘણા સમયથી પેન્‍ડિંગ હોય જેને લઇ આજે આ રેલી સાથે રજૂઆત કરતા કર્મચારીઓમાં આક્રોશ જોવા મળતો હતો.

બેનર સાથે રેલી યોજી હતી.
બેનર સાથે રેલી યોજી હતી.
અન્ય સમાચારો પણ છે...