તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:રાજકોટનો ફોટોગ્રાફર દારૂની 684 બોટલ ભરેલી કાર સાથે પકડાયો

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વીંછિયાના છાસિયા નજીક LCBએ કરી કાર્યવાહી
  • ચોટીલા પંથકનો શખ્સ પાઇલટિંગ કરતો હતો

જિલ્લા પોલીસે વીંછિયા પંથકમાંથી રાજકોટના ફોટોગ્રાફર એવા નામચીન બૂટલેગરને બે લાખના વિદેશી દારૂ ભરેલી કાર સાથે પકડી પાડ્યો છે. જ્યારે કારને પાઇલટિંગ કરતા ચોટીલા પંથકના શખ્સને પણ પોલીસે પકડી પાડી પૂછપરછ કરવા રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.વીંછિયાના છાસિયા પાસેથી વિદેશી દારૂ ભરેલું વાહન પસાર થવાનું હોવાની એલસીબીને માહિતી મળતા પીઆઇ ગોહિલ સહિતના સ્ટાફે વોચ ગોઠવી હતી.

ત્યારે એક બાઇકના પાઇલટિંગ સાથે સુરત પાસિંગની કાર નીકળતા બાઇક, કારને આંતરી તલાશી લેતા દારૂની 684 બોટલ મળી આવી હતી. કારચાલકની પૂછપરછ કરતા તે રાજકોટનો જયેશ પ્રતાપ રાઠોડ હોવાનું જ્યારે બાઇકચાલક ચોટીલાના મેવાસાનો વિપુલ ભુરા ખીહડિયા હોવાનું જણાવ્યું હતું. ફોટોગ્રાફીની સાથે દારૂનો વેપલો કરતા જયેશની પૂછપરછ કરતા તે દારૂ અમદાવાદ તરફથી લઇ આવ્યાનું રટણ રટ્યું છે. જ્યારે વિપુલ બાઇક પર કારને પાઇલટિંગ આપતો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે બંનેને રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...