સો.મીડિયા પરથી કરાર કરવો ભારે પડ્યો:રાજકોટના કારખાનેદાર ઓનલાઇન પોસ્ટ નિહાળી બાઇકની ડીલરશીપ લેવા જતાં રૂ.26.68 લાખ ગુમાવ્યા

રાજકોટ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

સોશિયલ મીડિયાના માધ્યમો મારફતે સસ્તા દરે વસ્તુઓની લાલચ આપી ઓનલાઈન છેતરપિડી આચરવામાં આવી રહી છે. ફેસબુકમાં પોસ્ટ જોઈ બાઇકની ડીલરશીપ લેવા ગયેલા રાજકોટના કારખાનેદાર સાથે ગઠિયાએ મેનેજરનું રૂપ ધારણ કરી કટકે કટકે રૂ.26.68 લાખની છેતરપિડી આચરી હતી. અંતે ફોન સ્વીફચઓફ થઇ ગયા બાદ વેપારી છેતરાઈ ગયાનું જણાવતા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાઈ
પ્રાપ્ત વિગતો મુજબ ઓનલાઈન બાઈકની ડીલરશીપ લેવા જતા મહેશભાઈ ઉકાભાઈ કોટડીયા નામના કારખાનેદાર સાથે ગઠીયાએ રૂ. 26.68 લાખની છેતરપીંડી કર્યાની સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. જેના આધારે તપાસ આગળ ધપાવાઈ છે. કેકેવી હોલ પાસે સામ્રાજ્ય એપાર્ટમેન્ટમાં રહેતા મહેશભાઈ લોઠડામાં દીપ મેટલ નામનું કારખાનું ધરાવે છે.

ગઠીયાએ મેનેજર તરીકેની ઓળખ આપી
વેપારીએ પોલીસને જણાવ્યા મુજબ ગઈ તા.6-8-2022 ના રોજ તેણે ફેસબુક પોસ્ટમાં એર્થર એનર્જી એજન્સીની ડીલરશીપની જાહેરાત જોઈ હતી. જેથી તેણે તેમાં જણાવેલા નંબર ઉપર સંપર્ક કરતા સામેથી કંપનીના મેનેજર તરીકેની ઓળખ આપી ગઠીયાએ તેનું ઈ- મેલ એડ્રેસ માંગ્યા બાદ તે ઈ-મેલ એડ્રેસ ઉપર ડોકયુમેન્ટ ઉપરાંત કંપનીની શરતો વગેરે મોકલ્યા હતા.

ડોકયુમેન્ટ વેરીફાઈ થઈ ગયાનું રટણ કર્યું
આ પછી તેણે કંપનીના મેઈલ એડ્રેસ પર પોતાના ડોકયુમેન્ટ મોકલ્યા હતા. તે સાથે જ ગઠીયાએ તેનો સંપર્ક કરી કહ્યું કે તમારા ડોકયુમેન્ટ કંપનીમાં વેરીફાઈ થઈ જાય એટલે હું તમને કહીશ. થોડા દીવસ બાદ ગઠીયાએ કોલ કરી ડોકયુમેન્ટ વેરીફાઈ થઈ ગયાનું કહી કંપનીની સાઈટ ઉપરથી કન્ફરમેન્શન લેટર ડાઉનલોડ કરાવડાવ્યો હતો. સાથોસાથ એજન્સી માટે રૂ. 22,500 એક એકાઉન્ટ નંબર આપી તેમાં જમા કરાવડાવ્યા હતા. એટલુ જ નહી માસ્ટર કે રીટેલર ડીલરશીપ લેવી છે તેમ પુંછયું હતું. તેણે માસ્ટર ડીલરશીપની વાત કરતા રૂ.27,000 ભરાવડાવી કુલ રૂ. 49,500 ની પહોંચ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...