સમાધાન:ઝઘડાએ બાળકને માતાથી જુદુ પાડ્યું, પછી એ જ સંતાનના કારણે પતિ-પત્ની ભેગા થયા

રાજકોટ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પતિએ બાળકનો કબજો લઈ પત્નીને અડધી રાત્રે ઘરેથી કાઢી મૂકી’તી

સરધારમાં રહેતા એક પરિવારમાં ઝઘડો થતા ચાર મહિના સુધી બે વર્ષના બાળકને માતાથી અલગ રહેવું પડ્યું હતું. પતિએ બાળકનો કબજો લઇને પત્નીને અડધી રાત્રે ઘરેથી કાઢી મૂકી હતી. આથી પીડિતા ચાર માસ સુધી પોતાન પિયરમાં રહેવા ચાલી ગઈ હતી. બાળકને કારણે પતિ-પત્ની વચ્ચે સુલેહ થયું હતું અને બાળકને માતા- પિતા બન્નેની છત્રછાયા મળી હતી. આ અંગે વધુ માહિતી આપતા 181 ટીમના કાઉન્સેલર સુમિતાબેન પરમારે જણાવ્યું હતું કે, નાની બાબતોમાં પતિ- પત્ની વચ્ચે ઝઘડો થયા બાદ પીડિતા પોતાના પિયર ચાલી ગઈ હતી.

થોડો સમય જતા મહિલાએ પોતાના પતિ અને બાળક સાથે વાતચીત કરવાનો પ્રયત્ન પણ કર્યો હતો, પરંતુ પીડિતાને ફરી ઘરે લઈ જવા કે બાળકને આપવા અંગે કોઈ જવાબ ન મળતા પીડિતાએ અભયમ ટીમને જાણ કરી હતી. અભ્યમની ટીમે પીડિતાના સાસુ અને પતિ સાથે વાતચીત કરીને તમામનું કાઉન્સેલિંગ કર્યું હતું. આખરે સમાધાન થતા મહિલા સાસરે પરત ફરી હતી. બાળકનો કબજો માતાને સોંપવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, પરિવારના નાના-નાના ઝઘડામાં અનેકવાર બાળકોએ મુશ્કેલી વેઠવી પડે છે. અનેક કિસ્સામાં જ્યારે પતિ-પત્ની વચ્ચે ઝઘડા થાય અને બાળક રાખવા મુદ્ે માથાકુટ થાય ત્યારે જ્યારે પિતા બાળકનો કબજો રાખે ત્યારે બાળકોને માતાનો પ્રેમ નથી મળતો. પરંતુ જો થોડુંક જતું કરવાની ભાવના હોય તો બાળકોનું ભવિષ્ય સારુ બનાવી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...