• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • A Quantity Of English Liquor And Beer Worth Rs 1.54 Lakh Was Found From A Residential House In Supedi Village Of Dhoraji Taluka, One Arrested

ક્રાઇમ:ધોરાજી તાલુકાના સુપેડી ગામમાં રહેણાંક મકાનમાંથી રૂ.1.54 લાખનો ઈંગ્લિશ દારૂ અને બીયરના જથ્થો મળી આવ્યો, એકની ધરપકડ કરી

ધોરાજીએક મહિનો પહેલા
આરોપીની ફાઈલ તસવીર
  • ધોરાજી પોલીસે અન્ય આરોપી જતીન વાઘેલાને પકડવા ચક્રો ગતિમાન કર્યા

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં દારૂના વેપલાઓ પર પોલીસે લાલ આંખ કરતા મોટા પ્રમાણમાં દારૂના કેસ શોધી કાઢી કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં ધોરાજી પોલીસે જેતપુર એસુપેડી ગામમાં આવેલા એક રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો. જેમાં ઈંગ્લિશ દારૂ અને બીયરના જથ્થો મળી આવ્યો છે. હાલ પોલીસે રૂ.1.54 લાખનો મુદ્દામાલ કબ્જે કરી એક આરોપીની ધરપકડ કરી છે. જયારે અન્ય એક ફરાર આરોપી જતીન વાઘેલાને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

ધોરાજી પોલીસે રહેણાંક મકાનમાં રેઇડ પાડી હતી
ધોરાજીમાં 4 દિવસમાં આ બીજો બનાવ છે જેમાં દારૂનો જથ્થો મળી આવ્યો હોય, ધોરાજીમાં છેલ્લા ઘણા સમયથી દારૂની રેલમછેલના અને દારૂડિયાઓને સરેઆમ જાહેર રસ્તા પર દંગલ કરતા હોવાની ઘટના સામે આવી રહી છે, તેથી ધોરાજી પોલીસ પણ સતર્ક બની છે. આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર ધોરાજી પોલીસે ચોક્કસ બાતમીને આધારે ધોરાજી તાલુકાના સુપેડી ગામમા રહેણાંક મકાનમાં રેઇડ પાડી હતી. જ્યાં સુપેડી ગામે રહેતા ધર્મેશભાઈ ઉર્ફે ધમો કાનગડ નામના વ્યક્તિ પાસેથી કુલ રૂપિયા 1,54,310ના વિદેશી દારૂ તથા બિયરના જથ્થો મળી આવ્યો હતો. હાલ આરોપી ધર્મેશભાઈન ધરપકડ કરવામાં આવી છે અને તેના અન્ય સાગરીત જતીન વાઘેલાની શોધખોળ શરુ કરવામાં આવી છે,

4 દિવસ પહેલા પણ 93 હજારનો દારૂ મળી આવ્યો
ધોરાજી પોલીસે 4 દિવસ પહેલા પણ 93 હજારની વિદેશી દારૂની બોટલ સાથે શખ્સને ઝડપી પાડીને ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. આ બનાવમાં અન્ય ત્રણ શખ્સની સંડોવણી ખુલતાં પોલીસે તેમની ધરપકડ કરવાની તજવીજ શરૂ કરી હતી. રાજકોટ જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીના, જેતપુર નાયબ પોલીસ વડા સાગર બાગમરની સૂચના અને માર્ગદર્શન તળે ધોરાજી પીઆઇ હકુમતસિંહ જાડેજાએ બાતમીના આધારે સ્કોર્પિયોમાંથી રૂા.93,600નો વિદેશી દારૂનો જથ્થા સાથે આરોપી મુસ્તકીમ ઉર્ફે હાજી સમદભાઈને ઝડપી પાડીને ગુનો નોંધીને વધુ તપાસના ચક્રો ગતિમાન તેજ કરવામાં આવ્યા છે. આરોપીની પૂછપરછમાં વધુ ત્રણ નામ તેણે સુચવતાં આ ગુનામાં સંડોવાયેલા ત્રણ શખ્સને ઝડપવા પોલીસે તજવીજ હાથ ધરી હતી.