વાલીઓની લટકતી તલવાર જેવી સ્થતિ:રાજકોટમાં પબ્લિક સ્કૂલના સંચાલકની દાદાગીરી, પહેલા પુરી ફી ભરો પછી જ પરિણામ આપીશું, વાલીઓને ધમકીપત્ર મોકલ્યો

રાજકોટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પબ્લિક સ્કૂલની ફાઇલ તસવીર. - Divya Bhaskar
પબ્લિક સ્કૂલની ફાઇલ તસવીર.
  • સ્કૂલે 5000 ભર્યા બાદ જ નવા વર્ષમાં પ્રવેશ મળશે તેવો પરિપત્રના રૂપમાં વાલીઓને ધમકીપત્ર મોકલ્યો
  • NCERTની સાથે ખાનગી પ્રકાશનના પુસ્તકો લેવા વાલીઓને દબાણ કરવામાં આવતું હોવાનું પણ જાણવા મળ્યું

હાલ કોરોનાની મહામારીમાં મધ્યમ વર્ગ અને ગરીબ લોકોને સૌથી વધુ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ધંધા-રોજગાર પડી ભાંગ્યા છે. ત્યારે છેલ્લા દોઢ વર્ષથી સ્કૂલે ન ગયેલા વિદ્યાથીઓના વાલીઓને અમુક ખાનગી સ્કૂલ દ્વારા ફી ભરવા માટે દબાણ કરવામાં આવે છે. રાજકોટની આવી એક જ ખાનગી સ્કૂલ પબ્લીક સ્કૂલની દાદાગીરી સામે આવી છે. જેમાં પરિપત્રનારૂપમાં વાલીઓને ધમકીપત્ર લખ્યો હોય તેવું સાબિત થઇ રહ્યું છે. પરિપત્રમાં લખ્યું છે કે, પહેલા પુરી ફી ભરો પછી જ પરિણામ આપીશું. તેમજ 5 હજાર ભર્યા બાદ જ નવા વર્ષમાં પ્રવેશ મળશે તેવો ઉલ્લેખ પરિપત્રમાં કરવામાં આવતા વાલીઓ પ્રવેશ લેવો કે નહીં તે અંગે મૂંઝવણમાં મૂકાયા છે. તમેજ ખનગી પ્રકાશનના પુસ્તક લેવા દબાણ કરાયું છે.

વાલીઓએ પરિપત્રને ફતવારૂપ ગણાવ્યો
કોરોના સમય દરમિયાન છેલ્લા દોઢ વર્ષથી પ્રવેશ, પરિણામ અને પરીક્ષાને લઇ વાલીઓ મૂંઝવણમાં મુકાઇ રહ્યાં છે. ક્યાંક પરિણામ માટે ફી ભરવા દબાણ તો ક્યાંક નવા વર્ષમાં પ્રવેશ માટે રૂપિયાની માગણી થતી હોવાનું સામે આવી રહ્યું છે. આ જ રીતે રાજકોટની નામાંકિત રાજકોટ પબ્લિક સ્કૂલ દ્વારા કેટલાક નિયમો સાથેનું સર્ક્યુલર વાલીઓને મોકલતા વિવાદ સર્જાયો છે. જેને વાલીઓ ફતવારૂપ ગણાવી રહ્યાં છે.

સ્કૂલ દ્વારા વાલીઓને મોકલવામાં આવેલો પરિપત્ર.
સ્કૂલ દ્વારા વાલીઓને મોકલવામાં આવેલો પરિપત્ર.

ફી બાકી હોય તેવા વિદ્યાર્થીઓના ઓનલાઈન ક્લાસ બંધ
રાજકોટ પબ્લિક સ્કૂલ દ્વારા વાલીઓને એક સર્ક્યુલર મોકલવામાં આવ્યો છે. જેમાં 10 જેટલા અલગ અલગ મુદ્દાઓની નોંધ કરવામાં આવી છે. આ 10 મુદ્દાઓ પૈકી કેટલાક મુદ્દાઓના કારણે વિવાદ સર્જાયો છે અને વાલીઓ તેને ફતવારૂપ ગણાવી રહ્યાં છે. વાલીઓનો આક્ષેપ છે કે, શાળા દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે, ફી ભરશો તો જ પરિણામ આપવામાં આવશે અને ભૂતકાળમાં ફી બાકી હોય તેવા વિદ્યાર્થીઓના ઓનલાઇન ક્લાસ બંધ કરી દેવામાં આવ્યા છે.

પબ્લિક સ્કૂલની ફાઇલ તસવીર.
પબ્લિક સ્કૂલની ફાઇલ તસવીર.

સરકારના નિયમોનો ઉલાળિયો કરતી સ્કૂલ
આ સાથે LKG, HKG, નર્સરી અને ધોરણ 1ના વાલીઓને 1 જૂનના રોજ જ્યારે ધોરણ 2થી 5ના વાલીઓને 2 જૂનના રોજ અને ધોરણ 6થી 9ના વાલીઓને 3 જૂનના રોજ સ્કૂલે બોલાવવામાં આવ્યા છે. જેમાં પાછલી ફી બાકી હોય તો તે અને નવા વર્ષમાં પ્રવેશ માટે 5000 રૂપિયા સાથે ભરવા માટે સર્ક્યુલરમાં ઉલ્લેખ કરાયો છે. એટલું જ નહીં આ સાથે સરકારના નિયમોનો ઉલાળિયો થતો હોય તેવું સ્પષ્ટ થઇ રહ્યું છે. કારણ કે સરકાર દ્વારા તમામ વિદ્યાર્થીઓને NCERTના પુસ્તકો જ લેવડાવવા સૂચન કર્યુ છે. પરંતુ આમ છતાં પણ રાજકોટ પબ્લિક સ્કૂલ દ્વારા ખાનગી પ્રકાશનના પુસ્તકો લેવા વાલીઓને દબાણ કરવામાં આવી રહ્યું છે.

જૂની ફી વસૂલવા એસોસિએશન દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે
રાજકોટની દરેક સ્કૂલમાં જે વાલીઓની જૂની ફી ભરવાની બાકી છે તે વસૂલવા સ્કૂલ એસોસિએશન દ્વારા જ નિર્ણય કરાયો છે. કારણ કે, કેટલાક વાલીઓ સક્ષમ હોવા છતાં 75 ટકા ફી ભરી નથી. ખરેખર મુશ્કેલી હોય તેવા વાલીઓ જો સ્કૂલે રૂબરૂ મળી જાય તો તેમને ફી ભરવા માટે પૂરતો સમય આપીએ છીએ. હજુ ઘણા વિદ્યાર્થીઓની ફી બાકી છે જેમાં ખરેખર ફી ભરી ન શકે તેવા ઓછા છે. > અનિલભાઈ કોઠારી, પ્રિન્સિપાલ, માસૂમ સ્કૂલ

જરૂરિયાતમંદને ઓગસ્ટ સુધીની મુદત અપાઈ, અન્ય સ્કૂલમાં પ્રશ્નો નિવારાશે
મોટાભાગની શાળાઓમાં વેકેશન પહેલા જ માર્કશીટ આપી દેવાઈ છે, હજુ કેટલીક શાળાઓ એવી છે જેમાં વિદ્યાર્થીઓને માર્કશીટ અને આગળના ધોરણમાં પ્રવેશના પ્રશ્નો થઇ રહ્યા છે. ડીઈઓ કચેરીની ટીમ સોમવારથી જુદી જુદી સ્કૂલમાં રૂબરૂ જઈને તપાસ કરશે આ ઉપરાંત કોઈ વાલીને સ્કૂલ સંબંધિત પ્રશ્ન હોય તો અમને જાણ કરે. અમારી ટીમ જે-તે સ્કૂલમાં રૂબરૂ જઈને વાલીના પ્રશ્નોનું નિવારણ કરશે. > બી.એસ.કૈલા, જિલ્લા શિક્ષણાધિકારી

અન્ય સમાચારો પણ છે...