તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • A Procession Of 150 Patidar Youths From Khodaldham To Jetalsar To Bring Justice To Jetalsar Victims, Said I Pray To Khodal That My Daughter Will Get Justice Soon

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ન્યાયકૂચ:જેતલસર પીડિતાને ન્યાય અપાવવા, ખોડલધામથી જેતલસર સુધી 150 પાટીદાર યુવાનોની ન્યાયકૂચ,કહ્યું - માઁ ખોડલને પ્રાર્થના કે દીકરીને ન્યાય ઝડપી મળે

ગોંડલ2 મહિનો પહેલા
  • ગોંડલથી કાગવડ ખોડલધામ મંદિર સુધી ન્યાયકૂચ યોજવામાં આવી.

જેતપુરના જેતલસર ગામે તરૂણીની હત્યાના બનાવને પગલે ગોંડલ ખાતે આવેલી જય સરદાર સ્કૂલ ખાતે શોકસભા યોજાઈ હતી.આ સભામાં 2 મિનિટનું મૌન પાળી સગીરાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ત્યારબાદ જય સરદાર સ્કૂલના 150 જેટલા પાટીદાર યુવાનોએ ગોંડલથી કાગવડ ખોડલધામ મંદિર સુધી ન્યાયકૂચ યોજી હતી. ઉલ્લેખનીય છે કે આ ન્યાયકૂચ રાત્રે 11 વાગ્યે શરૂ કરવામાં આવી હતી જે સવારે 7:30 વાગ્યે ખોડલધામ ખાતે પૂર્ણ થઈ હતી.

માઁ ખોડલને પ્રાર્થના કે દીકરીને ન્યાય ઝડપી મળે - પાટીદાર આગેવાન
આ ન્યાયકૂચમાં ગોંડલની જય સરદાર સ્કૂલના શિક્ષકો અને સત્તાધીશો પણ જોડાયા હતા. આ અંગે વાત કરતા સ્કૂલના આગેવાન વેલજીદાદાએ જણાવ્યું હતું કે, જેતલસર મુકામે જે બન્યું એ ખુબ જ દુઃખદ બનાવ છે. અને માસુમ દીકરીને ન્યાય તો મળવો જ જોઈએ, હાલ રાજ્ય સરકાર દ્વારા બનાવના સંદર્ભે આરોપીને કડકમાં કડક સજા મળે તેમજ ઝડપી ન્યાય મળે તે માટે કામ કરી રહી છે. પણ આ તકે દીકરીને ઝપડી ન્યાય મળે એ માટે માઁ ખોડલને પ્રાર્થના કરવા આજે અમારી સ્કૂલના આગેવાનો,શિક્ષકો અને યુવાનો મળી અમે કુલ 150 લોકોએ આજે આ ન્યાયકુચ યોજી છે.

માઁ ખોડલને પ્રાર્થના કે દીકરીને ન્યાય ઝડપી મળે - પાટીદાર આગેવાન
માઁ ખોડલને પ્રાર્થના કે દીકરીને ન્યાય ઝડપી મળે - પાટીદાર આગેવાન

ગામમાંથી ભયનું વાતાવરણ દૂર કરાશે - પાટીલ
સગીરાના એકતરફી પ્રેમી જયેશે છરીના 35 ઘા ઝીંકી તેની હત્યા કરી હતી. આ બનાવના ઘેરા પડઘા સૌરાષ્ટ્રમાં પડ્યા છે. આ અંગે એક અઠવાડિયા પહેલા ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ, કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ અને NCPના રેશ્મા પટેલ પણ શ્રદ્ધાંજલી આપવા જેતલસર પહોંચ્યા હતા અને મૃતકના પરિવારને સાંત્વના આપી હતી. આ જ્યાં પાટીલે સગીરાના પરિવારને આરોપીને કડકમાં કડક સજા અપાવવાની બાંયધરી આપતાં જણાવ્યું હતું કે ગામમાંથી ભયનું વાતાવરણ દૂર કરાશે.

ગોંડલથી કાગવડ ખોડલધામ મંદિર સુધી ન્યાયકૂચ યોજી હતી
ગોંડલથી કાગવડ ખોડલધામ મંદિર સુધી ન્યાયકૂચ યોજી હતી

ઘરમાંથી ઢસડીને બહાર લાવી તરુણીની હત્યા કરી
હત્યાનો ભોગ બનેલી સગીરા જેતપુર ગર્લ્સ સ્કૂલમાં ધોરણ 11માં અભ્યાસ કરતી હતી, આથી આરોપી વારંવાર તેની પાછળ જઈને તેને હેરાનપરેશાન કરતો હતો. તરુણીએ તેને વારંવાર સમજાવ્યો, પરંતુ જયેશ ટસનો મસ થયો ન હતો. મંગળવારે બપોરના યુવતીના પિતા અને માતા મજૂરી માટે ગયાં હતાં, ત્યારે જયેશે તરુણીને ઘરમાંથી બહાર ઢસડીને કાઢી હતી અને તું મારી સાથે લગ્ન કર એવી જબરદસ્તી કરી હતી, આથી યુવતીએ વારંવાર ના પાડતાં તેને ઢોર માર માર્યો હતો. આટલેથી ન અટકી જયેશે સાથે રાખેલી છરી કાઢીને યુવતીને 35 ઘા માર્યા હતા, આથી તરુણી લોહીના ખાબોચિયામાં ઢળી પડી હતી.

યુવાનોએ બેનર સાથે ન્યાયકૂચ યોજી હતી
યુવાનોએ બેનર સાથે ન્યાયકૂચ યોજી હતી

ભાઈ બચાવવા વચ્ચે પડતાં આરોપીએ તેને પણ છરીના 5 ઘા ઝીંક્યા
આ જોઇ યુવતીનો ભાઈ બહેનને બચાવવા આડો પડ્યો હતો. ત્યારે આરોપીએ મોઢું જોયા વગર પાંચ છરીના ઘા તેને પણ ઝીંકી દીધા હતા. ઘટનાની જાણ થતાં યુવતીના પિતા પોતાની વાડીએથી ઘરે આવ્યા હતા અને પોલીસને જાણ કરી ત્યારે જેતપુર તાલુકા પોલીસ સ્થળ પર દોડી આવી મૃતકની ડેડબોડીને જેતપુર સિવિલ બાદ એફએસએલ પીએમ. માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ ઘટનામાં પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી લીધી છે.

સભામાં 2 મિનિટનું મૌન પાળી સગીરાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી
સભામાં 2 મિનિટનું મૌન પાળી સગીરાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી

આરોપીનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવે એવી પણ માંગ
ઘરની બહાર ઝસડીને જાહેરમાં સગીરાની હત્યા થતાં જેતલસર ગામે સ્વયંભૂ સવારથી જ દુકાનો બંધ રાખી ગ્રામજનોની બેઠક મળી હતી, જેમાં આરોપીની જાહેરમાં સરભરા કરી અને આકરામાં આકરી સજા કરવા માંગ કરી હતી. સગીરાના નાના ભાઈ પર પણ છરીના પાંચ ઘા માર્યા હતા. આ ઘટનાને લઇ જેતલસર ગામનાં ગ્રામજનો એકઠાં થયા હતા અને આવાં અવારા તત્વો સામે આકરામાં આકરાં પગલાં લેવાય એવી માંગ કરી હતી. બંધમાં સર્વ જ્ઞાતિના લોકો જોડાયા હતા અને એકઠા થયા હતા. ગામની અંદર આરોપીનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવે એવી પણ માંગ કરાઇ છે.

ભાજપના પાટીલ, કોંગ્રેસના હાર્દિક પટેલ પણ શ્રદ્ધાંજલી આપવા જેતલસર પહોંચ્યા હતા
ભાજપના પાટીલ, કોંગ્રેસના હાર્દિક પટેલ પણ શ્રદ્ધાંજલી આપવા જેતલસર પહોંચ્યા હતા
અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો