તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:ફાયરના સાધનોના ટેસ્ટિંગ માટે ખાનગી ઓફિસરની નિમણૂક થશે

રાજકોટ22 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • એન્જિનિયર્સ માટે ફાયર સેફ્ટી ઓફિસર બનવાની તક, 22મીથી ટ્રેનિંગ

રાજ્ય સરકારે ફાયર અંગે જાહેર કરેલી નવી નીતિની શરૂઆત રાજકોટ શહેરમાં કરવા માટે મનપાએ ફાયર સેફ્ટી ઓફિસરને 22 ફેબ્રુઆરીએ ટ્રેનિંગ આપવાનું નક્કી કર્યું છે. યુવા એન્જિનિયર્સ માટે ફાયર સેફ્ટી ઓફિસર બનવાની તક છે. યુવાનોને તાલીમ આપ્યા બાદ ફાયરના સાધનોની ચકાસણી, ફાયર એનઓસી આપવાની પ્રક્રિયા આ ફાયર સેફ્ટી ઓફિસર કરશે. યુવાનોને તાલીમ અપાયા બાદ તે ખાનગી બિલ્ડિંગમાં મેન્ટેનન્સની સેવા પણ આપશે. મનપા એક માસ તાલીમ આપશે.

રાજ્યમાં ફાયર સર્વિસ ક્ષેત્રે કારકિર્દી ઘડીને ખાનગી ફાયર સેફ્ટી ઓફિસર તરીકે યુવા ઇજનેરોને જરૂરી તાલીમ આપ્યા બાદ ફાયર સેફ્ટી ઓફિસર તરીકે ખાનગી પ્રેક્ટિસ માટે રાજ્ય સરકારે તાજેતરમાં મંજૂરી આપી છે.આવા સ્વતંત્ર પ્રેક્ટિસ કરતા ખાનગી ફાયર સેફ્ટી ઓફિસર્સની નગર-મહાનગરોમાં પેનલ તૈયાર કરાશે. મહાનગરોના સ્થાનિક તંત્રમાં ફાયર સેફ્ટી, એનઓસી, રિન્યૂઅલ વગેરેની કામગીરીનું હાલનું વધુ પડતું કાર્યભારણ ઓછું થશે.

એટલું જ નહીં બિલ્ડિંગ ધારકો અને લોકોને એનઓસી મેળવવા તથા રિન્યૂઅલ કરાવવામાં સરળતા મળશે. આવા ખાનગી ફાયર સેફ્ટી ઓફિસરની નિયુક્તિ ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફ્ટી મેજર્સ એક્ટ-2013ની કલમ-12ની જોગવાઇ મુજબ કરાશે.

ત્રણ કેટેગરીમાં ફાયર ઓફિસર્સને તાલીમ
જનરલ, એડવાન્સ, સ્પેશિયાલિસ્ટ એમ ત્રણ કેટેગરીમાં ફાયર ઓફિસર્સ તાલીમ લઈને કામ કરી શકશે. રાજ્યમાં બિલ્ડિંગ-મકાનોની કેટેગરી અનુસાર ફાયર સેફ્ટી ઓફિસરની સેવાનું ક્લાસિફિકેશન કરાયું છે, જેમાં જનરલ, એડવાન્સ અને સ્પેશિયાલિસ્ટ એમ ત્રણ કેટેગરી રહેશે. જનરલ માટે કોઈ અનુભવની જરૂર નથી. એડવાન્સ કેટેગરી માટે પાંચ વર્ષનો અને સ્પેશિયાલિસ્ટ કેટેગરી માટે 10 વર્ષનો અનુભવ માપદંડ તરીકે અપાયો છે. ફાયર સેફ્ટી ઓફિસર તરીકે તાલીમ લઈ એમપેનલ્ડ થયેલા યુવાનોએ દર ત્રણ વર્ષે રિફ્રેશર તાલીમ વર્ગમાંથી પસાર થઈ સ્કિલ અપગ્રેડ કરવી પડશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો