તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુખદ:સગર્ભા અને તેના પાંચ વર્ષના પુત્રને જીપચાલકે ઠોકરે લેતા બાળકનું મોત

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નાસી છૂટેલા જીપચાલકની પોલીસે શોધખોળ હાથ ધરી
  • સંત કબીર રોડના નાલા પાસે રોડ ક્રોસ કરતી વખતે બનાવ

જુના માર્કેટિંગયાર્ડ નજીક ચાલીને રોડ ક્રોસ કરી રહેલી સગર્ભા અને તેના પાંચ વર્ષના પુત્રને જીપે ઠોકરે ચડાવ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા બાળકનું મોત નીપજ્યું હતું. પોલીસે અકસ્માત બાદ નાસી છુટેલા જીપચાલકની શોધખોળ શરૂ કરી હતી.

માર્કેટિંગ યાર્ડની પાળ ઝૂંપડામાં રહેતા તેજલબેન દીપકભાઇ સુરેલા (ઉ.વ.25) અને તેનો પુત્ર કાનો (ઉ.વ.5) ચાલીને યાર્ડના ગેટ સામે નાલા પાસે રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે બોલેરો ધસી આવી હતી અને માતા પુત્રને ઠોકરે લીધા હતા. જીપની ઠોકરથી તેજલબેન અને તેનો પુત્ર કાનો રસ્તા પર ફંગોળાયા હતા. માતા પુત્રને ઠોકરે લઇ જીપ ચાલક નાસી ગયો હતો. ઘટનાને પગલે ટોળે વળેલા લોકોએ બંને ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જોકે ગંભીર રીતે ઘવાયેલા કાનાનું મોત નીપજ્યું હતું.

બનાવની જાણ થતાં બી.ડિવિઝન પોલીસ દોડી ગઇ હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, તેજલબેનને સંતાનમાં બે પુત્ર છે જેમાં નાનો પુત્ર બે વર્ષનો અને કાનો પાંચ વર્ષનો હતો. તેજલબેન હાલમાં સગર્ભા છે. પુત્રના મોતથી સુરેલા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. ઘટના સ્થળે હાજર રહેલા લોકોએ અકસ્માત સર્જનાર જીપના નંબર નોંધી લીધા હોય પોલીસે નંબર પરથી જીપચાલકની શોધખોળ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...