આપઘાતનું કારણ અકબંધ:રાજકોટ શહેર પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલે કર્યો આપઘાતનો પ્રયાસ

રાજકોટ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રકાશ પારધી - આપધાતનો પ્રયાસ કરનાર પોલીસ કોન્સ્ટેબલ - Divya Bhaskar
પ્રકાશ પારધી - આપધાતનો પ્રયાસ કરનાર પોલીસ કોન્સ્ટેબલ

અમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલે પોતાના પરિવાર સાથે કરેલ આપઘાતના નિશાન હજુ તો ભુસાયા નથી. ત્યાં રાજકોટ શહેરમાં પોલીસ હેડક્વાર્ટર ખાતે ફરજ બજાવતા પ્રકાશ પારધી નામના પોલીસ કોન્સ્ટેબલ આપઘાતનો પ્રયાસ કર્યાનો બનાવ સામે આવ્યો છે. પ્રકાશ પારધી પોતાની ડ્યુટી પૂરી કરી થોરાળા વિસ્તારમાં આવેલા આંબેડકરનગર ખાતે પોતાના ઘરે પહોંચ્યો હતો. ત્યારબાદ ઝેરી દવા પી તેણે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જો કે, પરિવારને જાણ થતા તુરંત તેમને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ઇમરજન્સી વોર્ડમાં ખસેડવામાં આવ્યો હતો. હાલ ઇમરજન્સી વોર્ડમાં તેની સારવાર ચાલી રહી છે.

પ્રકાશ પારધીના પિતા દેવજીભાઈએ જણાવ્યું હતું કે, પ્રકાશના અગાઉ લગ્ન થયા હતા પરંતુ તેની પત્ની બે મહિના જેટલો સમય જ સાસરિયામાં વિતાવ્યો હતો. ત્યારબાદ તે પોતાના ઘરે ચાલી ગઈ હતી અને ત્યાંથી પરત નહોતી આવી. સમગ્ર મામલે પતિ પત્નીના છૂટાછેડા પણ આજથી બારેક મહિના અગાઉ થઈ ચૂક્યા હતા. આજે જ્યારે પ્રકાશે દવા પીધી ત્યારે પણ તે ટેન્શનમાં હતો. દવા પીધા પૂર્વે તેણે કોઈ સ્ત્રી સાથે વાતચીત પણ કરી હતી. સંભવત તેણે પોતાની પૂર્વ પત્ની જોડે વાતચીત કરી હોઈ શકે છે.

પ્રકાશના ભાનમાં આવ્યા બાદ થોરાડા પોલીસ દ્વારા તેનું નિવેદન પણ નોંધવામાં આવશે. જે બાદ સ્પષ્ટ થશે કે આખરે શા માટે પ્રકાશે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. અમદાવાદમાં પોલીસ જવાને સહ પરિવાર આપઘાત કર્યા બાદ બાદ રાજકોટમાં પણ પોલીસ જવાને આપઘાતનો પ્રયાસ કરતા પોલીસ વિભાગમાં એક ચર્ચાનું વાતાવરણ ઊભું થયું છે.

અન્ય સમાચારો પણ છે...