આચારસંહિતા વચ્ચે રોકડની હેરાફેરી:રાજકોટમાં ફોર્ચ્યુનર કાર સાથે એક વ્યક્તિની 40 લાખની રોકડ રકમ સાથે અટકાયત, ઇન્કમટેક્સની ટીમે તપાસ હાથ ધરી

રાજકોટ3 મહિનો પહેલા
ફોર્ચ્યુનર કારમાં 40 લાખની રોકડ સાથે વ્યક્તિની અટકાયત કરવામાં આવી.

વિધાનસભાની ચૂંટણીને લઈને આચારસંહિતા લાગુ પડી ગઈ છે. ચૂંટણીને લઈ પ્રચાર પ્રસારની કામગીરી જોરશોરથી ચાલી રહી છે તો બીજી તરફ નાણાકીય હેરફેર મામલે તંત્ર પણ સાબદુ બની ગયું છે. આજે રાજકોટના દક્ષિણ વિસ્તારમાં 40 લાખની રોકડ સાથે એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે. શહેરના ઢેબર રોડ પર જસાણી સ્કૂલ પાસે ફોર્ચ્યુનર કાર સાથે એક વ્યક્તિને તપાસ ટીમે અટકાવ્યો હતો. નાણાકીય હેરફેર મામલે ટીમના ચેકિંગ દરમિયાન 40 લાખની રોકડ સાથે એક વ્યક્તિની અટકાયત કરાઇ છે. હાલ તો ઇન્કમટેક્સ વિભાગની ટીમ દોડી ગઈ છે અને નાણાકીય બાબતે કાગળો મગાવવામાં આવ્યા છે. આ અંગે રાજકોટના ડીડીઓએ પ્રાથમિક માહિતી આપી છે.

કારખાનાના માલિક હોવાનું સામે આવ્યું
ફોર્ચ્યુનર કારમાં 40 લાખની રોકડ સાથે પસાર થતા વ્યક્તિને અટકાવવામાં આવ્યો હતો. ચેકિંગમાં રહેલી ટીમે તપાસ કરી તો આ વ્યક્તિની ફોર્ચ્યુનરમાંથી 40 લાખની રોકડ મળી હતી. આથી તેને અટકાવ્યો હતો. આ વ્યક્તિ કોઈ કારખાનાનો માલિક હોવાનું જાણવા મળ્યું છે. જાણ થતા જ ઇન્કમટેક્સ વિભાગ, મામલતદાર, પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા છે અને તપાસ હાથ ધરી છે.

જાણ થતા જ ઇન્કમટેક્સ વિભાગ ઘટનાસ્થળે પહોંચ્યું.
જાણ થતા જ ઇન્કમટેક્સ વિભાગ ઘટનાસ્થળે પહોંચ્યું.

શનિવારે રેલવે સ્ટેશનથી વેપારીનું 1.35 કરોડનું સોનુ ઝડપાયું હતું
હજુ ગત શનિવારે રાજકોટના રેલવે સ્ટેશન ખાતેથી રૂ.1.35 કરોડનું સોનુ ઝડપાયું હતું. રેલવે SOG અને IT વિભાગની ખાસ સ્ક્વોડે કાર્યવાહી કરી હોવાનું જાણવા મળ્યું હતું. આંગડિયા પેઢી મારફત ટ્રેનમાં મુંબઈથી સોનાના 21 બિસ્કિટ અને 300 ગ્રામ ઘરેણા આવતા હોવાની બાતમીના વોચ ગોઠવાઈ હતી અને ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું.

આંગડિયા પેઢી મારફત સોનુ મોકલાયું હતું
IT વિભાગે ખાસ સ્ક્વોડની રચના કરી છે. જે સ્ક્વોડ ચૂંટણીના અનુસંધાને હાલમાં આંગડિયા પેઢીમાં સોના-રોકડની થતી હેરફેર પર નજર રાખી રહી છે. ગત શનિવારે રાજકોટ રેલવે સ્ટેશન પર ઓખા-મુંબઈ ટ્રેનમાં સોનાનો મોટો જથ્થો મુંબઈથી રાજકોટ આવી રહ્યો હતો, આ જથ્થો આંગડિયા પેઢી મારફત સ્થાનિક વેપારીને પહોંચાડવાનો હતો તેવી હકિકત સ્ક્વોડને મળી હતી. આથી રેલવે સ્ટેશન પર રેલવે SOG સાથે વોચ ગોઠવી હતી.

નાણાકીય વ્યવહારના કાગળો મગાવી તપાસ શરૂ કરાઇ.
નાણાકીય વ્યવહારના કાગળો મગાવી તપાસ શરૂ કરાઇ.

સોનુ મુંબઈની આંગડિયા પેઢીએ મોકલ્યું હતું
સોનુ મળતા જ તે કબ્જે કરી લેવાયું હતું. તપાસ કરતા મુંબઈની લક્ષ્મીનારાયણ આંગડિયા પેઢી મારફત સોનુ મોકલવામાં આવ્યું હતું. રાજકોટના સ્થાનિક વેપારીને સોનુ પહોંચાડવાનું હતું. તેઓને પહોંચે તે પહેલાં જ જપ્ત કરાયું હતું. જેને લઈ સોની બજારમાં ચર્ચા ઉઠી હતી. ટ્રેનમાં ત્રણ પાર્સલ હતા જેમાં એકમાં સોનુ, એકમાં ચાંદી અને એકમાં રોકડ રકમ હતી.

આચારસંહિતાના નિયમો

 • ચૂંટણીની આચારસંહિતા લાગુ થયા પછી મુખ્યમંત્રી અથવા મંત્રી કોઈ જાહેરાત કરી શકતા નથી
 • પાર્ટી કે પછી કોઈ વ્યક્તિ ચૂંટણી માટે ઝુંબેશ ચલાવી શકે નહીં
 • કોઈ પણ પક્ષ પ્રોગ્રામ કરે તો પ્રોગ્રામની કિંમત સરકારી ખર્ચમાંથી લેવામાં આવતી નથી
 • કોઈ સરકારી ખર્ચે પ્રોત્સાહન આપી શકે નહીં
 • જાહેરમાં કોઈ પણ પક્ષ તેના પ્રચાર માટે બેનરો અથવા પોસ્ટરો મૂકી શકે નહીં.
 • કોઈ પક્ષ રાજકીય સ્થળે બેઠક કરી શકે નહીં.
 • સરકારી વાહનોનો ઉપયોગ ફક્ત ઘરેથી પ્રસ્થાન માટે થઈ શકે છે.
 • રેલીનો સમય, સ્થળ અને રેલી ક્યાં લઈ જવાની છે તે પોલીસ નક્કી કરે
 • રેલીનું આયોજન એવી રીતે કરો કે ટ્રાફિકમાં કોઈ સમસ્યા ન સર્જાય
 • જો એક જ રાજકીય પક્ષ એક જ દિવસે સરઘસ સૂચવતો હોય તો પહેલા પોલીસને જાણ કરવી પડે
 • રેલી કે પ્રચારની પ્રક્રિયામાં કોઈ પણ ગેરકાયદેસર અથવા દુરુપયોગની વસ્તુનો ઉપયોગ કરી શકે નહીં
 • સભાની માહિતી અને સ્થળ પોલીસ અધિકારીઓને જાણ કરવી પડે
 • જો આ તમારી પ્રથમ બેઠક છે, તો લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવાની પરવાનગી મેળવવી પડે
 • જો મિટિંગમાં કોઈ વિક્ષેપ આવે તો તેને સુધારવા માટે આયોજકોએ પોલીસને મદદ કરવી પડે
અન્ય સમાચારો પણ છે...