કાર્યવાહી:મઘરવાડામાં ખેતર વાવવા રાખી શખ્સે ચાલુ કરી જુગાર ક્લબ

રાજકોટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજકોટમાં જુગાર, ક્રિકેટ સટ્ટો, વિદેશી દારૂના પાંચ દરોડા

શહેરમાં દારૂ-જુગારના દૂષણને ડામવા પોલીસ સતત દરોડાની કાર્યવાહી કરી રહી છે. તેમ છતાં રોજ દારૂ-જુગારની અસામાજિક પ્રવૃત્તિઓ પ્રકાશમાં આવી રહી છે. ત્યારે પોલીસે શહેરના જુદા જુદા પાંચ સ્થળે દારૂ-જુગારના દરોડા પાડી કાર્યવાહી કરી છે.

કુવાડવાના મઘરવાડાની સીમમાં ગોરધનભાઇ ભગવાનભાઇ ડોબરિયાની વાડીમાં આવેલી ઓરડીમાં જુગાર ક્લબ ચાલતી હોવાની માહિતીના આધારે ક્રાઇમ બ્રાંચની ટીમે દરોડો પાડી જુગાર રમી રહેલા રાજેશગીરી માધવગીરી ગૌસ્વામી, ઇસરાજ ઉર્ફે ઇર્શાદ રજાકમીયા કાદરી, અતુલ રતિલાલ ઠકરાર, જયેશ નવલશંકર પંડ્યા, જિતેન્દ્ર લીંબા આટકોટિયા, દેવશી મનજી મકવાણા, બટુક ભીખુ રાઠોડ અને મુકેશ પરબત પરમારને રોકડા રૂ.27,500 સાથે પકડી પાડ્યા હતા. પોલીસ તપાસમાં મઘરવાડામાં રહેતા મુકેશ પરમારે ગોરધનભાઇની વાડી ભાગે વાવવા રાખી હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે રવિરત્નપાર્કમાં રહેતા પ્રકાશ વશરામ ભાડજાને સોમનાથ સોસાયટીમાંથી ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમાડતા પકડી પાડ્યો છે.

પોલીસે તેની પાસેથી રોકડા રૂ.4100 તેમજ મોબાઇલ કબજે કરી કાર્યવાહી કરી છે. ભાવનગર રોડ પરથી ગંજીવાડાના સમદ હબીબ થઇમને વરલી ફીચરના આંકડા પર જુગાર રમાડતા પોલીસે પકડી પાડ્યો છે. જ્યારે વિદેશી દારૂના દરોડાઓમાં ઢેબર રોડ પરથી જિતેન્દ્ર દલસુખગીરી ગૌસ્વામી અને વિનોદ જસવંત ચાવડા નામના શખ્સને વિદેશી દારૂની 24 બોટલ સાથે, તેમજ બેડી ચોકડી પાસેથી વાહનમાંથી ઊતરેલી પૂજા રાજુ યાદવ નામની મહિલાને વિદેશી દારૂની 10 બોટલ સાથે ટ્રાફિક પીએસઆઇ એ.એમ.મહેતાએ પકડી પાડી પોલીસ હવાલે કરી છે.

અન્ય સમાચારો પણ છે...