તપાસ:મોરબીના જ્વેલર્સને હળવદ પંથકના શખ્સે રદ નોટનો જથ્થો આપ્યો’તો

રાજકોટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 96.50 લાખની પ્રતિબંધિત નોટ સાથે ઝડપાયેલી બેલડી સામે ગુનો નોંધાયો

શહેર પોલીસે મવડી વિસ્તારમાથી શુક્રવારે બે શખ્સને રૂ.96.50 લાખની રદ થયેલી નોટ સાથે ઝડપી લીધા હતા. નોટનો જથ્થો મોરબીના જ્વેલર્સે આપ્યો હતો, જ્વેલર્સે હળવદ પંંથકના શખ્સ પાસેથી તે જથ્થો મેળવ્યાનું ખૂલતાં પોલીસે તે બંનેની શોધખોળ શરૂ કરી હતી. 

મવડી પોલીસ હેડ ક્વાર્ટર્સ નજીક સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે કારમાં બેઠેલા લુણસરના હરજીવન રામજી વસિયાણી અને સુરતના ભીખા બાબુ નરોડિયાને ક્રાઇમ બ્રાંચની ટીમે રૂ.96.50 લાખની પ્રતિબંધિત નોટ સાથે ઝડપી લીધા હતાં. બંને શખ્સ રદ થયેલી નોટ રાજકોટમાં વટાવવા આવ્યા હતા, પરંતુ ગ્રાહક મળે તે પહેલા પોલીસ પહોંચી ગઇ હતી.  લુણસરના વતની હરજીવને કબૂલાત આપી હતી કે, તેના ગામના વતની અને મોરબીમાં સોનાનો શો–રૂમ ધરાવતાં કિરણ સોનીએ તેને રદ થયેલી નોટ સાથે રાજકોટ મોકલ્યો હતો. પોલીસે આ મામલામાં જે તે વખતે શક પડતી મિલકત તરીકે નોટનો જથ્થો જપ્ત કર્યો હતો. 

શનિવારે પોલીસે આ પ્રકરણમાં હરજીવન અને ભીખા સામે ગુનો નોંધી વધુ તપાસની મંજૂરી કોર્ટ પાસે માગી હતી. કિરણ સોનીને હળવદ પંથકના શખ્સે નોટનો જથ્થો આપ્યાની માહિતી મળતા પોલીસે કિરણ સોની અને હળવદ પંથકના શખ્સની શોધખોળ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...