રાજકોટ ક્રાઈમ ન્યૂઝ:નવાગામ-આણંદપરમાં 599 કિલો ડુપ્લીકેટ ઘી સાથે એક શખસની ધરપકડ

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પોલીસે જપ્ત કરેલો ઘીનો જથ્થો. - Divya Bhaskar
પોલીસે જપ્ત કરેલો ઘીનો જથ્થો.

શ્રાવણ મહિનામાં તહેવારો શરૂ થવાને આડે થોડા દિવસ જ બાકી છે. ત્યારે આરોગ્ય વિભાગ અને પોલીસ દ્વારા નવાગામ આણંદપર ગામ પાસેથી ડુપ્લીકેટ 599 કિલો ઘી સાથે એક શખસની ધરપકડ કરી છે. કુવાડવા પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસે બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો
કુવાડવા પોલીસના માર્ગદર્શન મુજબ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિ બંધ કરાવવા સૂચન આપી હતી. જેને અનુસંધાને ડી સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલને બાતમી મળતા નવાગામ આણંદપર રઘુવીર ડેલાવાળો રોડ પર રંગીલા શેફર્ડ પાર્કમાં લીલાધર મગનભાઈ મુલીયાના મકાનમાં દરોડો પાડ્યો હતો.

83,860 રૂપિયાની કિંમતનો ઘીનો જથ્થો જપ્ત
દરોડા દરમિયાન ઘીનો શંકાસ્પદ જથ્થો મળી આવતા ફૂડ સેફ્ટી ઓફિસરની હાજરીમાં ઘીના નમૂના લઇ FSLમાં મોકલી આપ્યા હતા. પોલીસે પરેશ લીલાધર મુલીયાની ધરપકડ કરી 83,860ની કિંમતના 40 ડબ્બા એટલે કે 599 કિલો જથ્થો જપ્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...