તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વાઇરસ:રિપોર્ટ વગર રજા અપાયેલા દર્દી ચેપ નહીં ફેલાવે? શક્યતા નથી: ICMR

રાજકોટ10 મહિનો પહેલાલેખક: ઈમરાન હોથી
 • કૉપી લિંક
 • લક્ષણો દેખાયાના બે દિવસ પૂર્વે શરીરમાં વાઇરલ લોડ સૌથી વધુ હોય છે

રાજ્યમાં આઇસીએમઆરની નવી ડિસ્ચાર્જ પોલિસી મુજબ કોરોનાના દર્દીઓને રિપોર્ટ વગર પણ રજા આપવામાં આવી રહી છે. રિપોર્ટ આધારિત ડિસ્ચાર્જ પોલિસીને બદલે લક્ષણો આધારિત ડિસ્ચાર્જ પોલિસી આવતા લોકોમાં ઘણા પ્રશ્નો ઉદભવ્યા છે. સૌથી મોટો પ્રશ્ન એ જ છે કે, જે લોકો નેગેટિવ નથી તો બહાર આવી ચેપ ફેલાવશે નહીં? તેના જવાબમાં આઈસીએમઆરએ ના પાડી છે. આ પોલિસીને લગતા 9 પ્રશ્ન દિવ્ય ભાસ્કરે જાણ્યા હતા અને આરોગ્ય પર રિસર્ચ કરતી દેશની સર્વોચ્ચ સંસ્થા આઈસીએમઆર એટલે કે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચનો સંપર્ક કરતા તેમણે બધાના ઉત્તરો આપ્યા છે.

દિવ્ય ભાસ્કરે જાણ્યા લોકોના મનના 9 પ્રશ્ન,  તેના જવાબો ICMRએ આપ્યા 
પ્રશ્ન 1 : આ પહેલા દર્દીઓને ડિસ્ચાર્જ કરવાની શું પોલિસી હતી?
જવાબ : જે દર્દીઓનો ચેસ્ટ રેડિયોગ્રાફ એટલે કે એક્સ–રેમાં ચેપ ન દેખાય તેમજ સતત બે આરટીપીસીઆર ટેસ્ટ નેગેટિવ આવે તેને હોસ્પિટલમાંથી રજા અપાતી હતી. 

પ્રશ્ન 2 : હવે કઈ રીતે ડિસ્ચાર્જ કરવામાં આવશે?
જવાબ : ત્રણ કેટેગરીમાં દર્દીઓને વહેંચીને ડિસ્ચાર્જ કરવા કે નહીં નક્કી થશે. 

 • હળવા લક્ષણો અથવા તો લક્ષણો ન ધરાવતા દર્દીઃ 10 દિવસ કરતા વધુ સમયથી દાખલ હોય અને છેલ્લા 3 દિવસમાં તાવ ન આવ્યો હોય તેને રજા અપાશે, 7 દિવસ હોમ આઈસોલેશન
 • જેમને સામાન્ય લક્ષણો અને ચેપ છેઃ 10 દિવસ કરતા વધુ સમયથી દાખલ હોય અને છેલ્લા 3 દિવસથી એસિમ્ટોમેટિક એટલે કે કોઇ લક્ષણ ન દેખાય તો ડિસ્ચાર્જ, 7 દિવસ હોમ આઈસોલેશન
 • ગંભીર કેસ, ન્યુમોનિયાઃ તમામ પ્રકારની યોગ્ય સારવાર કરવી અને તેમનો એક વખત આરટીપીસીઆર ટેસ્ટ કરવો નેગેટિવ આવે તો ડિસ્ચાર્જ, હોમ આઈસોલેશન નહીં

પ્રશ્ન 3 : ડિસ્ચાર્જ પોલિસી બદલવાનું કારણ શું?
જવાબ : ઘણા દેશોએ કોરોના દર્દીઓને ડિસ્ચાર્જ કરવા માટે ટેસ્ટ બેઝ્ટ સ્ટ્રેટજીથી સિમ્ટમ્સ બેઝ્ડ તેમજ ટાઈમ બેઝ્ડ સ્ટ્રેટજી અપનાવી છે. આઈસીએમઆરના લેબ કરેલા રિવ્યૂ તેમજ સર્વેલન્સ પરથી ખ્યાલ આવ્યો છે કે આરટીપીસીઆરમાં પોઝિટિવ રિઝલ્ટ આવ્યા બાદ મોટાભાગના દર્દીઓના 10 દિવસમાં નેગેટિવ રિઝલ્ટ આવે છે. તાજેતરમાં થયેલા રિસર્ચ મુજબ લક્ષણો દેખાવાના બે દિવસ પહેલા એટલે કે પ્રી-સિમ્ટોમેટિક સ્ટેજમાં વાઇરલ લોડ એટલે કે ચેપનું પ્રમાણ સૌથી વધારે હોય છે. લક્ષણો આવ્યા પછી 7 દિવસ બાદ તે ઘટી જાય છે. 

પ્રશ્ન 4 : એ કેવી રીતે નક્કી થશે કે દર્દી રોગમુક્ત છે?
જવાબ : રોગમુક્ત થવું તે ડોક્ટર, વાઇરોલોજિસ્ટ અને સામાન્ય નાગરિકો બધા માટે અલગ અલગ પરિભાષા ધરાવે છે.  જો ફરીથી તબિયત બગડે અને ચેપની ફેલાવાની શક્યતા હોય અથવા ન હોય ત્યારે તબીબી અભિપ્રાય જ રોગમુક્ત થયા છે કે નહીં તે તબીબી અભિપ્રાય જ સ્પષ્ટ કરશે. 

પ્રશ્ન 5 : ડિસ્ચાર્જ થયેલા દર્દીમાંથી ચેપ ફેલાઈ શકશે?
જવાબ : એવા ઘણા પુરાવા મળ્યા છે કે નવી ડિસ્ચાર્જ પોલિસી મુજબ જે લોકોને ડિસ્ચાર્જ કરાય છે તેમના મારફત ચેપ ફેલાતો નથી. આમ છતાં જે લોકો નવી ડિસ્ચાર્જ પોલિસી મુજબ રજા લે છે તેઓએ 7 દિવસ હોમ આઈસોલેશન ફરજિયાત છે.

પ્રશ્ન 6 : હોમ આઈસોલેશનમાં શું કાળજી રાખવી પડશે?
જવાબ : પ્રી–સિમ્ટોમેટિક કેસ માટે અગાઉથી જ હોમ આઈસોલેશન પોલિસી બનાવાઈ છે. જેમાં તબીબી તપાસમાં નક્કી થયા બાદ દર્દીએ હોમ આઈસોલેશન રહેવા માટે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરવાનું હોય છે. આવા લોકોએ ઘરના એક રૂમમાં બધાથી અલગ રહેવું તેમજ ટ્રિપલ લેયર માસ્ક ફરજિયાત પહેરવાના રહેશે. દરરોજ પોતાનું તાપમાન માપવાનું રહેશે.

પ્રશ્ન 7 : હોમ આઈસોલેશન પિરિયડ પૂરો થયા બાદ ટેસ્ટ થશે?
જવાબ : નવી ડિસ્ચાર્જ પોલિસી મુજબ પ્રી-સિમ્ટોમેટિક અને નજીવા લક્ષણો ધરાવતા દર્દીઓ 10 દિવસ કરતા વધુ સમયથી હોસ્પિટલમાં રહ્યા હોય છે અને છેલ્લા 3 દિવસથી તાવ નથી આવ્યો ત્યારબાદ 7 દિવસ હોમ આઈસોલેશનમાં સ્વસ્થ રહે છે તો ફરીથી ટેસ્ટ કરવાનું કોઇ કારણ નથી.

પ્રશ્ન 8 : જે લોકો હોમ આઈસોલેશનમાં પહેલાથી છે તેમના માટે પોલિસીમાં નવું શું?
જવાબ : રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ જે લોકો હોમ આઈસોલેશનમાં છે તેમનો પિરિયડ પૂરો થતા કોઇ ટેસ્ટની જરૂર નથી. જો કે તેમના માટે  7 દિવસ સતત એસિમ્ટોમેટિક રહે ત્યારબાદના 3 દિવસ તાવ ન હોય ત્યારબાદથી 7 દિવસ હોમ આઈસોલેશન એટલે કે 17 દિવસનો પિરિયડ રહેશે. 

પ્રશ્ન 9 : હોમ અથવા તો ફેસિલિટી ક્વોરન્ટાઈન હશે તેને પણ લાગુ થશે?
જવાબ : આઈસોલેશન અને ક્વોરન્ટાઈન બંને અલગ બાબતો છે. જે લોકોનો આરટીપીસીઆર ટેસ્ટ પોઝિટિવ આવ્યો હોય તેમના માટે જ ડિસ્ચાર્જ પોલિસી છે. ફેસિલિટી ક્વોરન્ટાઈન એવા લોકો છે જે દર્દીઓના સંપર્કમાં આવ્યા હોય અને ચેપની શક્યતા હોય. આવા લોકોને 14 દિવસ ક્વોરન્ટાઈન રહેવાનું છે. તેની પણ અલગ ગાઈડલાઈન છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો