બેડી યાર્ડની સોમવારે બેઠક:બેડી યાર્ડમાં નવા બે વે-બ્રિજ બનશે, સોમવારે નિર્ણય લેવાશે

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 35 દરખાસ્ત મુકવામાં આવી, જૂના બિલની ચૂકવણી પણ કરવાની દરખાસ્ત મુકાઈ

બેડી યાર્ડની સોમવારે બેઠક મળનારી છે. આ બેઠકમાં 35 નવી દરખાસ્ત મુકવામાં આવશે. હાલ યાર્ડમાં એક વે-બ્રિજ છે. સામે જણસીની આવક વધારે હોવાને કારણે સુવિધા વધે અને જણસીના વજનની કામગીરી ઝડપી બને તે માટે યાર્ડમાં નવા બે વે-બ્રિજ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ વે-બ્રિજમાં 20 ટન કે તેથી ઓછા વજનની જણસી હશે તેના તોલમાપ થશે. એક વે-બ્રિજ કપાસ માટે ફાળવવામાં આવે તેવી શક્યતા છે. આ સિવાય જૂની બોડીના શાસનમાં જે વિકાસકામો થયા તેનું બિલ ચૂકવવા માટેની દરખાસ્ત મુકવામાં આવી છે.

સોમવારે બપોરે બે કલાકે બોર્ડ ઓફ ડિરેક્ટરની બેઠક મળશે. નાણાકીય વર્ષ 2021-2022 ના વાર્ષિક હિસાબો મંજૂર કરવા, રદ કરવામાં આવેલી ચેકની નોંધ લેવા, સબ યાર્ડના વાહન એન્ટ્રી ફીના મંજૂર કરેલ ટેન્ડરની નોંધ લઇ બહાલી આપવા, બેડી યાર્ડમાં સીસીટીવી વ્યવસ્થા વિસ્તરણ કરવા, નાણાકીય વર્ષ 2020-2021 તથા અગાઉના વર્ષ માટે લાઇસન્સ રિન્યૂ કરવા માટેની અરજી, ખેડૂતોના આકસ્મિક અવસાનની સહાય ચૂકવવા સહિતના એજન્ડા રજૂ કરવામાં આવ્યા છે.

જોકે આ બોર્ડ બેઠકમાં કેટલા એજન્ડા મંજૂર થાય તેના પર સૌ કોઈની મીટ મંડાઈ છે. સોમવારે મળનારી બેઠકમાં રદ્દ કરવામાં આવેલા ચેક અને પહોંચની નોંધ પણ ધ્યાને લેવામાં આવશે. સબયાર્ડમાં વાહનની એન્ટ્રી ફીના મંજૂર કરેલ ટેન્ડરની નોંધ લઇ બહાલી આપવા બાબતે પણ નિર્ણય લેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...