તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બદલી:કમિશનર વિભાગમાં નવી જગ્યા ઊભી કરી બદલી કરાઈ

રાજકોટ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્માર્ટ સિટીમાં ટેક્નિકલ સ્ટાફની નિમણૂક
  • પી.એ. નિવૃત્ત થતા 3 જગ્યામાં ફેરફાર કરાયો

રાજકોટ મહાનગરપાલિકામાં કમિશનર વિભાગમાં ફરજ બજાવતા કર્મચારી નિવૃત્ત થતા તેમની ખાલી પડેલી પી.એ. ટુ કમિશનરની જગ્યા ભરવા ઉપરાંત વધુ બે સહિત 3 બદલીઓ કરાઈ છે જેમાં કમિશનર વિભાગમાં એક નવી જગ્યા પણ ઉમેરાઈ છે.

પી.એ. ટુ કમિશનર તરીકે ફરજ નિભાવતા આર. એન. ચુડાસમા નિવૃત્ત થતા તેમની ખાલી પડેલી જગ્યા પર કમિશનર વિભાગના જ આસિસ્ટન્ટ મેનેજર એન. કે. રામાનુજને પી.એ.ની ફરજ સોંપાઈ છે તેમજ આસિસ્ટન્ટ કમિશનરનો પણ ચાર્જ અપાયો છે. આ ઉપરાંત બ્રિજ સેલના નાયબ કાર્યપાલક ઈજનેર એ. જે. પરસાણાને પણ કમિશનર વિભાગમાં મુકાયા છે. આ વિભાગમાં પહેલાથી જ ટેક્નિકલ માર્ગદર્શન માટે એક ઈજનેર છે છતાં વધુ એક જગ્યા ઊભી કરાઇ છે.

આ બદલી પાછળ સ્માર્ટ સિટીના ટી.પી.ના પ્રશ્નો હોવાનું સામે આવ્યું છે. ટી.પી.ના પ્રશ્નો માટે કોઇ જાણકાર ઈજનેર મળે તે માટે હાલ આ જગ્યા ઊભી કરાઈ છે તેમજ બીજા પણ ટેક્નિકલ પ્રશ્નો તેમજ આગામી સમયમાં કમિશનર વિભાગમાં વધુ કર્મચારીઓ નિવૃત્ત થતા હોવાથી તેમની જગ્યાઓ પર પણ આ નવી બદલી કામ કરી શકશે.

અન્ય સમાચારો પણ છે...