તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાણી બચશે:કાળીપાટથી આજી ડેમ સુધી નવી પાઈપલાઈન બિછાવાશે, સૌનીનું પાણી ત્રણ દી’ને બદલે 24 કલાકમાં પહોંચશે

રાજકોટ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

રાજકોટનો આજી અને ન્યારી ડેમ ઉનાળા સુધી જ ચાલે છે તેથી શહેરવાસીઓને પાણી પૂરું પાડવા સૌની યોજના અંતર્ગત પાણી પહોંચાડાય છે. આ લિંક-3 હેઠળ પાણી પહોંચે છે જેમાં પાણી વધુ ઝડપથી પહોંચાડવા નવી લાઇન નાખવા ટેન્ડર કરાયા છે.સિંચાઈ વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર સૌની યોજનાનું પાણી પાઈપલાઈન મારફત કાળીપાટ સુધી પહોંચાડાય છે. અહીંથી પાણી કુદરતી વહેણમાં આજીડેમ સુધી પહોંચે છે.

કાળીપાટ સુધી પાણી છોડ્યા બાદ બે કે ત્રણ દિવસે આજી ડેમ સુધી પાણી પહોંચે છે. આ દરમિયાન નાના ચેકડેમો ભરાય છે. આ આખી પ્રક્રિયામાં સમય અને પાણીનો વ્યય થતા હવે કાળીપાટથી છેક આજી ડેમ સુધી પાઈપલાઈન નખાશે જે સીધા આજી ડેમ પહોંચશે આ કારણે જે પાણી બે દિવસે પહોંચતું તે એક જ દિવસમાં પહોંચી જશે. આ રીતે ફોફળ ડેમમાં પણ લાઈન વધારવાનો નિર્ણય લીધો છે અને તે માટે સંયુક્ત રીતે 125 કરોડ રૂપિયાનું ટેન્ડર પ્રસિધ્ધ કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો