નંબરપ્રેમીઓની ઊંચી બોલી:નવા બાઈકમાં 0009 નંબર લેવા વાહનચાલક રૂ.1.22 લાખ ખર્ચશે

રાજકોટ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • નવી સિરીઝના 49 લાખ ઉપજ્યા : 4 નંબર માટે 1.11 લાખની બોલી

રાજકોટ આરટીઓમાં બાઈક કે કાર માટેની નવી સિરીઝ ખૂલે ત્યારે નવા વાહન ખરીદનાર નંબરપ્રેમીઓ મનગમતા નંબર મેળવવા માટે એટલી ઊંચી બોલી લગાવી દે છે કે ક્યારેક વાહનની કિંમત કરતા નંબરની કિંમત વધી જાય છે. તાજેતરમાં જ રાજકોટ પ્રાદેશિક વાહન વ્યવહારની કચેરી દ્વારા ટુ વ્હીલર માટેની નવી સિરીઝ GJ03MN ખોલવામાં આવી હતી જેમાં કુલ 1548 વાહનચાલકોએ ભાગ લીધો હતો.

જેમાં સૌથી વધુ 0009 નંબર માટે સૌથી વધુ કિંમત રૂ. 1.22 લાખની આવક થશે જ્યારે 0004 નંબરના 1.11 લાખ અને 1111 નંબરના રૂ. 81 હજાર, 0001 નંબરના 77,000 જ્યારે 0077 નંબરના 77,000ની આરટીઓને આવક થશે.

આરટીઓ દ્વારા ગોલ્ડન- સિલ્વર પ્રકારના નંબર અને તે સિવાયના નંબરની હરાજી કરવામાં આવે છે જેમાં ઓનલાઈન હરાજીમાં વાહનચાલક પસંદગીના નંબર માટે બોલી લગાવે છે. એમએન સિરીઝની રાજકોટ આરટીઓને 49,07,000ની આવક થઇ છે. રાજકોટ આરટીઓ દ્વારા તાજેતરમાં GJ03MN બહાર પાડવામાં આવી હતી જેમાં 338 જેટલા અરજદારો ઓનલાઈન ઓક્શનમાં નિષ્ફળ નીવડ્યા હતા. જે સફળ થયા તેમાંથી સૌથી વધુ 0009 નંબર માટે 1.22 લાખની બોલી લગાવવામાં આવી હતી.

ઓનલાઈન હરાજીમાં ક્યો નંબર કેટલામાં વેચાયો
નંબરકિંમત
91,22,000
41,11,500
111181,000
177,000
7777,000
1271,000
765,000
777761,000
533,000
444433,000
અન્ય સમાચારો પણ છે...