કોરોના અપડેટ:દોઢ મહિના બાદ રાજકોટ સિવિલમાં એક સાથે કોરોનાના ત્રણ દર્દી દાખલ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલના કોરોના વોર્ડમાં ફરી ધમધમાટ શરૂ થયો
  • ત્રણેય​​​​​​​ દર્દી રાજકોટ શહેરના હોવાનું તંત્રએ જણાવ્યું, એક વેન્ટિલેટર જ્યારે બે ઓક્સિજનર પર

રાજકોટમાં કોરોનાના કેસ ક્યારેક જ આવી રહ્યા છે પણ હવે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એક સાથે 3 દર્દી દાખલ થયા છે. છેલ્લા એક મહિનાથી એકાદ દર્દી જ દાખલ થઈ રહ્યા હતા પણ દોઢ મહિના બાદ સંખ્યા બેથી વધી છે આ કારણે ફરીથી કોરોના વોર્ડ ધમધમતો થયો છે. સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો. આર. એસ. ત્રિવેદીના જણાવ્યા અનુસાર હાલ સિવિલમાં 3 દર્દી દાખલ છે જેમાંથી બે દર્દી 24 કલાક પહેલા જ દાખલ થયા છે.

ત્રણમાંથી એક વેન્ટિલેટર પર જ્યારે બીજા બે ઓક્સિજન પર છે અને સારવાર ચાલી રહી છે. અત્યાર સુધી ક્યારેક એકાદ દર્દી દાખલ થતા અને ઘણા સમય સુધી હોસ્પિટલ ખાલી પણ રહી હતી. આ કારણે સુપરસ્પેશિયાલિટી બ્લોક કે જે કોવિડ હોસ્પિટલ જાહેર થઈ છે તેના બે માળ અન્ય કામ માટે ઉપયોગમાં લેવાઈ રહ્યા છે. એક માળ પર ઓપરેશન થિએટર, ચોથા માળ પર ઓપીડી છે. જ્યારે બીજા માળ કોરોના વોર્ડ તરીકે ઉપયોગમાં લેવાઈ રહ્યા છે આ બંને માટે અલગ અલગ પ્રવેશદ્વાર રખાયો છે.

રાજકોટમાં એક જ અઠવાડિયામાં ડેન્ગ્યુના નવા 9 દર્દી, કુલ 66 કેસ
રાજકોટ શહેરમાં કોરોનાના કેસ ઘટ્યા બાદ મચ્છરજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું છે. ગત સપ્તાહમાં એક સાથે 9 કેસ આવ્યા છે. જોકે આ તમામ એલાઈઝા ટેસ્ટમાં આવેલા પોઝિટિવ છે જ્યારે શહેરની અનેક નાની હોસ્પિટલમાં થતા રેપિડ કાર્ડ ટેસ્ટના આંક સમાવાયા નથી જે તેનાથી પણ બમણા છે. મનપાએ જાહેર કરેલા આંક મુજબ તા.6થી 12 દરમિયાન ડેન્ગ્યુના 9, મલેરિયાના 2 અને ચિકનગુનિયાના 2 કેસ સામે આવ્યા છે. આ સાથે ચાલુ વર્ષે ડેન્ગ્યુના 66 કેસ થયા છે અને હજુ પણ આ કેસ વધી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...