રાજકોટ ક્રાઇમ ન્યુઝ:મૂર્તિ બનાવવાનું કામ કરતા યુવાને ઝૂપડામાં દોરી બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો

રાજકોટ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર

રાજકોટના ગોંડલ રોડ પર પરીન ફર્નિચરની પાછળ ઝૂપડામાં રહેતા અને મૂર્તિ બનાવવાનું કામ કરતાં હકા મુકેશભાઇ રાઠોડ (ઉં.વ.27) નામના યુવાને ઝૂપડામાં દોરી બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્‍યાપી ગઈ હતી. બનાવની જાણ થતાં તાલુકા પોલીસ મથકના પ્રવિણભાઇ જીલરીયાએ ઘટનાસ્‍થળે પહોંચી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર હકો બે ભાઇ અને એક બહેનમાં નાનો હતો. તેને સંતાનમાં એક પુત્રી અને બે પુત્રી છે. મૂળ રાજસ્‍થાની યુવતી સાથે તેણે લગ્ન કર્યા હતાં. હાલમાં હકાને દારૂ પીવાની આદત પડી ગઈ હોઇ તેનાથી કંટાળી જઈ આ પગલું ભર્યાની શક્‍યતા પરિવારજનોએ જણાવી હતી. બનાવ વખતે ઝૂપડામાં કોઈ હાજર ન હોઇ હકાએ ફાંસો ખાઇ લીધો હતો. પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

મોબાઈલ પર વાતચીત કરતો હતો
રાજકોટ શહેરના બેડીનાકા ટાવર પાસે નકલંક ચોક નજીક રહેતા મૂળ પશ્ચિમ બંગાળના અને હાલ સોનિબજારમાં સમન્વય પેલેસમાં મજૂરી કામ કરતા બીફોલરોય જોનરૂ રોય (ઉ.વ.22) ગઈકાલે બપોરના સમયે તેમના વતનમાં રહેતી યુવતી સાથે મોબાઈલ પર વાતચીત કરતો હતો ત્યારે તેની સાથે કોઈ બાબતે ઝઘડો થતા તેમને માઠું લાગ્યું હતું અને તેમણે પીલોર સાથે દોરી બાંધી ફાંસો ખાઇ લેતા તેમને બાજુમાં જ દુકાન ધરાવતા વિરલભાઈએ બચાવી સરકારી હોસ્પિટલે ખસેડયો હતો. પોતે બે બેન એક ભાઈમાં નાનો છે. તેમને વતનમાં રહેતી યુવતી સાથે પ્રેમસબંધ હોવાનું માલુમ પડ્યું છે. આ અંગે એ ડિવિઝન પોલીસે નિવેદન નોંધી કાર્યવાહી કરી હતી

વિદેશી દારૂના ગુનામાં સંડોવાયેલા આરોપી પાસા હેઠળ ખસેડાયો
વિધાનસભાની ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા ની સ્થિતિ જળવાઈ રહે તે માટે મારામારીના ગુનામાં સંડોવાયેલા શખ્સોની અટકાયત કરવાની પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવની સૂચનાથી રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વાર અગાઉ વિદેશી દારૂના ગુનામાં સંડોવાયેલા સંજય ચૌહાણ (ઉ.વ.26) વિરૂદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી પોલીસ કમિશ્નરને મોકલતાં તેને પાસા દરખાસ્ત મંજુર કરી આરોપીને અમદાવાદ મધ્યસ્થ જેલ હવાલે કરવાનો હુકમ કરતાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીને પકડી જેલ હવાલે કરવા તજવીજ હાથ ધરી હતી

યુવાન બેભાન હાલતમાં ઢળી પડતા મોત
જામનગર રોડ ઉપર આવેલા પરસાણાનગરમાં રહેતો ચંદ્રકાંત રામજીભાઈ વાઘેલા નામનો 36 વર્ષનો યુવાન સાંજના 5 વાગ્યાના અરસામાં લોધિકાના મેટોડા પાસે આવેલી દરગાહમાં હતો. ત્યારે તે અચાનક બેભાન હાલતમાં ઢળી પડતા હોસ્પિટલના ખસેડાયો હતો. અહીં ફરજ પરના તબીબે મોત નીપજ્યાનું જાહેર કરતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે. લોધિકા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.

શ્વાસ ચડી જતા યુવાનનું મોત નીપજ્યાનું ખુલ્યું
મૃતક ચંદ્રકાંતભાઈ વાઘેલાના પિતા રામજીભાઈ વાઘેલાની પ્રાથમિક પૂછપરછમાં મૃતક ચંદ્રકાંતભાઈને સંતાનમાં એક પુત્રી છે. ચંદ્રકાંતભાઈ વાઘેલાને શ્વાસની બિમારી અંગે દાખલ કરવામાં આવ્યા હતાં. તેમના માતા મીનાબેને ચંદ્રકાંત વાઘેલાને સારૂ થઈ જાય અને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવે તો પુત્ર ચંદ્રકાંતને દરગાહ ખાતે દર્શન કરાવીશ તેવી માનતા માની હતી. જે માનતા પૂરી કરવા માતા-પિતા, પત્ની અને સાળા સાથે ચંદ્રકાંતભાઈ વાઘેલા દરગાહમાં ગયો હતો. ત્યારે શ્વાસ ચડી જતાં બેભાન હાલતમાં મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે લોધિકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...