અકસ્માત:ટ્રેક્ટરની ટ્રોલી સાથે બાઇક અથડાતાં આધેડનું મોત

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરના 150 ફૂટ રિંગ રોડ પર નાણાવટી ચોક પાસે ટ્રેક્ટરની ટ્રોલી સાથે અથડાતાં બાઇકચાલકનું મોત નીપજ્યું હતું. રૈયા ચોકડી પાસેના કિસ્મતનગરમાં રહેતા હિતેષભાઇ મગનભાઇ સુરાણી (ઉ.વ.47) ઘરેથી બાઇક ચલાવીને જતા હતા અને નાણાવટી ચોક પાસે પહોંચ્યા હતા ત્યારે તેમણે બાઇક પરનો કાબૂ ગુમાવ્યો હતો. અને આગળ જઇ રહેલા ટ્રેક્ટરની ટ્રોલી સાથે બાઇક અથડાયું હતું. અકસ્માતમાં ઘવાયેલા આધેડને હોસ્પિટલમાં ખસેડાયા પરંતુ ટૂંકી સારવારમાં તેમનું મોત નીપજ્યું હતું. બનાવથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...