તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સામૂહિક આપઘાતનો પ્રયાસ:રાજકોટમાં કરોડની છેતરપિંડીનો ભોગ બનેલા કર્મકાંડી આધેડનું ઝેર પીવાથી મોત, બે સંતાનને ઝેર પીવડાવી પોતે પી લીધું હતું

રાજકોટ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
મૃતક કમલેશ લાબડિયા - Divya Bhaskar
મૃતક કમલેશ લાબડિયા

રાજકોટના નાનામવા રોડ પરના શિવમપાર્કમાં રહેતા કર્મકાંડી આધેડે રવિવારે મધરાતે કોરોનાની દવા કહી પોતાના યુવાન પુત્ર-પુત્રીને ઝેરી દવા પીવડાવી પોતે પણ દવા પી લેતા ત્રણેયને હોસ્પિટલમાં ખસેડાયા હતા, જેમાંથી યુવાન પુત્ર અંકિત લાબડિયાનું મોત નીપજતા બનાવ હત્યામાં પલટાયો હતો. ત્યાર બાદ 4મેના રોજ ઘરના મોભી કમલેશ લાબડિયાનું મોત થયું છે. જ્યારે 21 વર્ષની દિકરી કૃપાલી સારવાર હેઠળ છે. મકાનના સોદામાં પોતાની સાથે ઠગાઈ થયાનું સુસાઇડ નોટમાં લખ્યું હતું. આ સુસાઈડ નોટમાં વકીલ સહિત 5ના નામો હતાં. આજે જ સાંસદ રામભાઈ મોકરિયા, નીતિનભાઈ ભારદ્વાજ તેમજ સમસ્ત બ્રહ્મ સમાજે ન્યાયી તટસ્થ તપાસની માંગણી સાથે પોલીસ કમિશનર સમક્ષ રજૂઆત કરી હતી. તાલુકા પોલીસે મૃતક વિરૂદ્ધ તેમના પત્ની જયશ્રીબેનની ફરિયાદ પરથી હત્યા અને હત્યાની કોશિષનો ગુનો નોંધયો હતો.

કમલેશ લાબડિયાએ પોતાનું મકાન રૂ.1.20 કરોડમાં વેચ્યું હતું. પરંતુ વકીલ સહિત બે શખ્સે માત્ર રૂ.20 લાખ આપ્યા હતા અને ઉપર જતાં રૂ.65 લાખનો ખોટો આરોપ મૂકતા આધેડે પરિવારજનોને પતાવી દેવાનો પ્લાન કરી પગલું ભર્યું હતું.

માતાએ પ્રવાહી ના પીતા બચી ગઈ
શિવમપાર્કમાં રહેતા અને કર્મકાંડનું કામ કરતાં કમલેશભાઇ રામકૃષ્ણભાઇ લાબડિયા (ઉ.વ.42)એ રવિવારે રાત્રે એકાદ વાગ્યાના અરસામાં તેના પત્ની જયશ્રીબેન, પુત્ર અંકિત (ઉ.વ.21) અને પુત્રી કૃપાલી (ઉ.વ.22)ને પાણીની નાની બોટલમાં દવા ભરીને આપી હતી અને કહ્યું હતું કે, ‘આ કોરોનાની દવા છે, બધા પી જાવ’, ત્યારબાદ સૌ પ્રથમ કમલેશભાઇએ બોટલ પીધી હતી અને પછી પુત્ર-પુત્રી બોટલમાં રહેલું પ્રવાહી પી ગયા હતા, ત્રણેયને પ્રવાહી પીધા બાદ ઊલટી થવા લાગતા જયશ્રીબેનને શંકા ઉપજી હતી અને તેમણે પીવાનું ટાળ્યું હતું.

સુસાઇડ નોટનાં આધારે તપાસ શરૂ
પોલીસ દ્વારા બનાવનું કારણ પૂછતાં આધેડનાં પત્ની અને તેના ભાઇએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે, એડવોકેટ આર.ડી.વોરાના એક સંબંધીને અમારૂ મકાન વેચ્યું હતું. જે રૂપિયા 1.20 કરોડનો સોદો થયા બાદ રૂપિયા 20 લાખ અમોને આપી દીધા હતા અને બાદમાં 1 કરોડની માંગણી કરતાં આર.ડી.વોરાએ પોલીસમાં અમારા વિરૂદ્ધ અરજી કરી હેરાનગતિ કરતા હતા. તેમાં ત્રાસથી કંટાળી આજે મધરાત્રે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ઘટનાને પગલે રાજકોટ તાલુકા પોલીસ મથકનાં સ્ટાફે ત્રણેયનું નિવેદન લેવા કાર્યવાહી કરી હતી. જોકે હાલ ત્રણેય બેભાન હોય તેમના પરિવારજનોના નિવેદન લેવા કાર્યવાહી કરી અને તેની પાસેથી મળી આવેલી સુસાઇડ નોટનાં આધારે તપાસ શરૂ કરી છે.

કમલેશભાઇએ સુસાઇડ નોટમાં શું ઉલ્લેખ કર્યો છે?
‘મારે મરવાનું કારણ આર.ડી.વોરા તથા દિલીપભાઇ કોરાટ જેણે મારૂ મકાન લીધું છે. રૂપિયા 65 લાખનો ખોટો આરોપ મુકેલ છે. મારી પાસે અત્યારે પાંચ હજાર રૂપિયા પણ નથી કાર અને મકાનનાં ચાર હપ્તા ચડી ગયા છે. 2 કરોડ 12 લાખ મારા દિનેશ તથા ભાવીન લઇને જતા રહ્યાં છે. ત્યારબાદ મારી મુંઝવણ સતત વધી ગઇ છે મને ખબર છે હું સમજી વિચારીને જ આ પગલુ ભરૂ છું. છેલ્લે લાખની જરૂર હતી તો નરેન્દ્ર પુજારાને મેં સાટાખત ભરીને 12 લાખ સાટાખતનાં ભરેલા છે. ઘણુ બધુ લખવું છે ઉતાવળમાં લખુ છું. સમય નથી મને બધા બહુ યાદ આવે છે. મરવુ સહેલું નથી પણ મજબૂરી છે. કોરોનામાં કામકાજ નથી અને સમય ખરાબ ચાલી રહ્યો છે. બધાના નામ નથી લેતો પણ બધાને જયશ્રી કૃષ્ણ.

પુત્ર-પુત્રીના લગ્ન કરવા હોય માટે મકાન વેંચ્યુ’તુ
કમલેશભાઇ કર્મકાંડનો ધંધો કરતા હોય તેમનો ધંધો લોકડાઉન બાદ બરાબર ન ચાલતાં આર્થિક ભીંસમાં આવી ગયા હતા અને દિકરા-દીકરીના લગ્ન કરવા હોય જેથી મકાન વેંચવા કાઢ્યુ હતું. કર્મકાંડ કરતાં કમલેશભાઇ લાબડીયા ચાર ભાઇ ચાર બહેનમાં નાના છે. આ અંગે રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે.

લખાણ લઈને છેતરપિંડી કરી હતી
સમગ્ર ઘટના અંગે કમલેશભાઇની સ્યૂસાઇડ નોટ તેમજ તેના પત્નીએ કરેલા આક્ષેપો પરથી મળેલી માહિતી મુજબ પોરબંદરના વતની કમલેશભાઇ ચાર ભાઇ અને ચાર બેહનમાં નાના હતા અને 20 વર્ષથી રાજકોટમાં રહી કર્મકાંડનું કામ કરી ગુજરાન ચલાવતા હતા. તેઓ જે મકાનમાં રહેતા હતા તે મકાન તેમણે વેચવાનું હોય તેની જાહેરાત આપતા વકીલ અને તેના સંબંધી આવ્યા હતા અને મકાનનો રૂ.1.20 કરોડમાં સોદો કર્યો હતો, જેમાંથી કમલેશભાઇને માત્ર રૂ.20 લાખ આપી લખાણ કરાવી લેવામાં આવ્યું હતું, બાકીના રૂ.1 કરોડની ઉઘરાણી કરતા મકાન ખરીદનારે વકીલને આપ્યાનું કહ્યું હતું અને જયશ્રીબેને વકીલ પાસે પૈસાની ઉઘરાણી કરતા તેમણે કમલેશભાઇને તમામ રકમ ચૂકવી દીધાનું કહી હાથ ઊંચા કરી દીધા હતા અને કમલેશભાઇ સામે રૂ.65 લાખનો આક્ષેપ કરી તેમની વિરુદ્ધ અરજી કરી હતી.

પોલીસે પિતા સામે ગુનો નોંધ્યો
છેતરપિંડીનો ભોગ બનેલા કમલેશભાઇએ પોતે ઝેરી દવા પી પત્ની, અને બંને સંતાનોને ઝેરી દવા પીવડાવી મોતને ઘાટ ઉતારવાનો પ્લાન કર્યો હતો, જેમાંથી પુત્ર-પુત્રીને પીવડાવી દઇ પોતે પણ ગટગટાવી હતી. પોલીસે અંકિતની હત્યા અંગે કમલેશભાઇ સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો તેમજ છેતરપિંડી કરનાર વકીલ સહિતનાઓ સામે પણ કાર્યવાહી હાથ ધરી હતી.

પુત્રીની સગાઇ થઇ છે, યુવાન પુત્રનાં મોતની જાણ થતાં માતા ઢળી પડી
કર્મકાંડનું કામ કરતા કમલેશભાઇ છેતરપિંડીનો ભોગ બનતા તેમજ તેના પર પણ ખોટો આરોપ મુકાતા તેઓ નાસીપાસ થઇ ગયા હતા અને ખોફનાક ખેલ ખેલ્યો હતો. ઝેરી દવા પીવાથી કમલેશભાઇની તેમજ પુત્રી કૃપાલીની હાલત ગંભીર છે, કૃપાલીની સગાઇ થઇ ચૂકી છે, કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ થાળે પડે પછી તેના લગ્ન કરવાનું વિચારતા હતા. હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા પુત્ર અંકિતનું મૃત્યુ થયાની જાણ થતાં જ તેની માતા જયશ્રીબેન ઢળી પડ્યા હતા અને તેમણે કરેલા આક્રંદથી ગમગીની છવાઇ ગઇ હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

વધુ વાંચો