દીકરીના લગ્ન પહેલા પિતાનું મોત:રાજકોટમાં જીમમાં કસરત કરતી વખતે આધેડ અચાનક ઢળી પડ્યા, બે દિવસની સારવાર બાદ હોસ્પિટલમાં મોત

રાજકોટ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પુત્રના મોતના સમાચાર સાંભળી માતા બેભાન થઇ ઢળી પડતા સારવાર અર્થે ખસેડાયા

ગોંડલના વિજય પ્લોટમાં રહેતા લોધા સમાજના અગ્રણી રાજકોટના આનંદ બંગલા ચોકમાં આવેલા જીમ ખાતે કસરત કરતા હતા, ત્યારે અચાનક ચક્કર આવતા પડી જતા તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની બે દિવસ સારવાર બાદ મોત નીપજ્યું હતું. પુત્રના મોતના સમાચાર સાંભળી માતાને આઘાત લાગતા તેઓ પણ બેભાન થઈ જતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બનાવથી પરિવારમાં શોક છવાયો છે.

અચાનક જ ઢળી પડ્યા હતા​​​​​​​
પ્રાપ્ત વિગત મુજબ, વિજય પ્લોટ પશુ હોસ્પિટલ વાળીમાં રહેતા ભરતભાઈ ઉમેદભાઈ ઝરીયા નામના 50 વર્ષના આધેડ તા.12 જાન્યુઆરીના રોજ આનંદ બંગલા ચોકમાં આવેલા જીમમાં વર્કઆઉટ કરતા હતા, ત્યારે અચાનક જ ઢળી પડતા અન્ય સાથીઓ એ તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન આજ રોજ મોત નીપજ્યું હતું.

પુત્રના મોતના સમાચાર સાંભળી માતા બેભાન થઇ ગયા
​​​​​​​​​​​​​​
તેમના મૃત્યુના સમાચાર સાંભળી માતા લીલાવંતીબેન (ઉ.વ.70)ને આઘાત લાગતા બેભાન થઈ જતા તેઓને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ભરતભાઈ લોધા સમાજના અગ્રણી છે. અઠવાડિયા બાદ તેમની પુત્રીના અને બે ભત્રીજીના લગ્ન હોવાનું પણ જાણવા મળ્યું છે. દીકરીના લગ્ન પહેલા જ પિતાનું મોત નિપજતા અરેરાટી મચી ગઇ છે.

અન્ય સમાચારો પણ છે...