તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત:ગોંડલમાં માનસિક બીમાર યુવતીએ પાણીની ટાંકીમાં ઝંપલાવી જિંદગી ટૂંકાવી

રાજકોટ9 દિવસ પહેલા
ગોંડલ ફાયરબ્રિગેડે યુવતીનો મૃતદેહ બહાર કાઢ્યો હતો.
  • તાજેતરમાં યુવતીના હૃદયના વાલ્વનું ઓપરેશન કરાયું હતું

શહેરના ઉમવાડા રોડ પર વાલ્મીકી વાસમાં રહેતી અપરિણીત યુવતીએ સાત ટાંકી તરીકે ઓળખાતી પાણીની ટાંકીમાં ઝંપલાવી જિંદગી ટૂંકાવી હતી. ઘટનાની જાણ થતા સ્થળ પર પહોચેલી ફાયર ટીમે યુવતીનો મૃતદેહ બહાર કાઢી પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. યુવતી માનસિક રોગથી પીડાતી હોવાથી આવું પગલું ભર્યાનું પોલીસે જણાવ્યું હતું.

યુવતી ગઇકાલ બપોરથી ઘરેથી નિકળી ગઇ હતી
શહેરના ઉમવાડા રોડ પર રહેતી ભાવનાબેન પોપટભાઈ ગોરી (ઉં.વ.40) ગઇકાલે બપોરના ઘરેથી નિકળી ગયા હતા. બાદમાં આજે સવારે 10 વાગ્યે વોટરવર્કસનાં સમ્પ હાઉસની સાત ટાંકીમાં તેનો મૃતદેહ તરતો હોવાની જાણ ફાયર બ્રિગેડને કરાઇ હતી. મૃતક ભાવનાબેન અપરિણીત હતા અને વર્ષોથી માનસિક રોગથી પીડાતા હતા. તાજેતરમાં તેનાં હૃદયના વાલ્વનું ઓપરેશન કરાયું હતું. તેનાં પિતા નિવૃત્ત જીવન ગાળે છે. જ્યારે માતાનું સાત વર્ષ પહેલાં મૃત્યુ થઇ ચૂક્યું છે. મૃતક બે ભાઇઓ અને પિતાના પરિવાર સાથે રહેતી હતી.

યુવતીનો બીજા દિવસે ટાંકમાંથી તરતો મૃતદેહ મળ્યો.
યુવતીનો બીજા દિવસે ટાંકમાંથી તરતો મૃતદેહ મળ્યો.

ભાઇએ શોધખોળ બાદ પોલીસને જાણ કરી હતી
ભાવનાબેન ગઇકાલે બપોરથી ઘરેથી નિકળી ગયા હોવાથી તેમનાં ભાઇએ શોધખોળ બાદ પોલીસમાં જાણ કરી હતી. સવારે તેનો ભાઇ પોલીસ મથકે જ હતો અને ફાયરબ્રિગેડ દ્વારા સાત ટાંકીમાંથી યુવતીનો મૃતદેહ મળ્યાંની જાણ કરાતાં યુવતીની ઓળખ તુરંત થઇ હતી. બનાવ અંગે સિટી પોલીસનાં રાજભા ઝાલાએ તપાસ હાથ ધરી છે.

(દેવાંગ ભોજાણી-હિમાંશુ પુરોહિત, ગોંડલ)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો