ગરજ પૂરી એટલે વૈદ્ય વેરી:કોરોનામાં ફરજ બજાવતા મેડિકલ ઓફિસર છૂટા કરાયા

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોના ગાયબ માનીને આરોગ્ય કર્મીને કાઢી મૂક્યા

રાજકોટ જિલ્લા પંચાયતમાં ફરજ બજાવતા તમામ કોવિડ મેડિકલ ઓફિસરને તાત્કાલિકની અસરથી છૂટા કરવા આદેશ આપી દેવાયો છે. તેમને ન તો નોટિસ પિરિયડ અપાયો કે ન આગોતરી જાણ કરાઈ ફક્ત એક કાગળ પર હુકમ કરીને કોન્ટ્રાક્ટ પરના તમામ કર્મચારીઓની નોકરી છીનવી લેવાઈ છે તેના બીજા જ દિવસે ખાનગી એજન્સીમાં ધન્વંતરિ રથ માટે ભરતી શરૂ થઈ છે.

રાજકોટ જિલ્લામાં કોરોનાકાળ સમયે જ્યારે કેસની સંખ્યા કોવિડ મેડિકલ ઓફિસરની ભરતી કરાઈ હતી. આ ભરતી થયા બાદ તેમને ધન્વંતરિ અને સંજીવની રથની જવાબદારી અપાઈ હતી. કન્ટેનમેન્ટ ઝોનમાં ફરજ બજાવનાર ત્યારે કોવિડ મેડિકલ ઓફિસર અને આરોગ્ય કર્મીઓ માટે 30મીએ રાજકોટ જિલ્લા પંચાયતે એક જ કાગળ લખીને 31મીથી છૂટા કરવા હુકમ અપાયો છે. તેમને બીજે રોજગાર મળે તેટલો સમય પણ અપાયો નથી.

જોકે આ પાછળ બીજા પરિબળો પણ કામ કરે છે કારણ કે, 31મીએ બધાને છૂટા કર્યા બાદ અચાનક જ ધન્વંતરિ અને સંજીવની રથની કામગીરી કરવા માટે ખાનગી એજન્સીએ ભરતીની જાહેરાત કરી હતી જે સાબિત કરે છે કે, એજન્સીને વધારે રથ ચલાવવા મળે તે માટે કોઇપણ માનવતા રાખ્યા વગર એક જ દિવસમાં આરોગ્ય કર્મીઓને છૂટા કરી દેવાયા છે.

અન્ય સમાચારો પણ છે...