તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:કોવિડ વોર્ડમાં પ્રૌઢા પર દુષ્કર્મ કરનારનું તબીબી પરીક્ષણ કરાયું

રાજકોટ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા આરોપીની ધરપકડ કરાઇ, સાંયોગિક પુરાવા એકઠા કરવા પોલીસે કવાયત શરૂ કરી

સિવિલના કોવિડ વોર્ડમાં દાખલ પ્રૌઢા પર હોસ્પિટલના એટેન્ડન્ટે દુષ્કર્મ આચર્યાની ઘટનાએ રાજ્યભરમાં ચકચાર જગાવી હતી. પોલીસે આરોપીની ઓળખ મેળવી લઇ તેને સકંજામાં લીધો હતો અને કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા શનિવારે તેની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીનું તબીબી પરીક્ષણ પણ કરાવ્યું હતું.

શહેરમાં રહેતા 55 વર્ષના પ્રૌઢાને શ્વાસ લેવામાં તકલીફ થતાં ગત તા.28ના તેમને સિવિલના કોવિડ બિલ્ડિંગના ચોથામાળે બી વિંગમાં દાખલ કરવામાં આવ્યા હતા. પ્રૌઢાનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો પરંતુ તેમને શ્વાસ લેવાની તકલીફ યથાવત્ હોવાથી વોર્ડમાં દાખલ રાખવામાં આવ્યા હતા. તા.29ની રાત્રે 1.30 વાગ્યે પ્રૌઢા પોતાના બેડ પર બેઠા હતા ત્યારે હોસ્પિટલનો એટેન્ડન્ટ હિતેષ વિનુ ઝાલા પીપીઇ કિટ પહેરીને તેમની પાસે આવ્યો હતો અને કેમ બેઠા છો તેમ પૂછતાં પ્રૌઢાએ માથું અને વાંસો દુ:ખતો હોવાની વાત કરી હતી.

હિતેષ ઝાલાએ તમને માથું દબાવી દઉં તેમ કહી લાઇટ બંધ કરી દીધી હતી અને બેડ પર પ્રૌઢાની બાજુમાં જઇ તેમના પર દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ કરી હિતેષ ઝાલા નાસી ગયો હતો પરંતુ નરાધમ પોતાનું પાપ છુપાવવા માટે રાત્રે કોઇ ઇન્જેક્શન આપીને મારી નાખશે તેવા ભયથી પ્રૌઢા આખીરાત ધ્રુજતા રહ્યા હતા. બીજા દિવસે સવારે પ્રૌઢાએ તેમના પરિવારજનોને ફોન પર વાત કરતા નરાધમનો ભાંડો ફૂટી ગયો હતો. કોવિડ વોર્ડમાં પ્રૌઢા પર દુષ્કર્મની ઘટનાએ રાજ્યભરમાં ચકચાર જગાવી હતી. પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપી હિતેષની ઓળખ મેળવી લઇ તેને સકંજામાં લીધો હતો.

શનિવારે હિતેષ ઝાલાનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા મહિલા પોલીસ સ્ટેશનના પીઆઇ પટેલ સહિતના સ્ટાફે આરોપી હિતેષની ધરપકડ કરી હતી, આરોપીનું તબીબી પરીક્ષણ પણ કરાવવામાં આવ્યું હતું. આરોપીના તેમજ ભોગ બનનાર પ્રૌઢાના કપડાં પોલીસે ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો