તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત:રાજકોટમાં ‘હું એક સારો દિકરો ન બન્યો અને કમાય ન શક્યો’ સુસાઇડ નોટમાં લખી મિકેનિકલ એન્જિનિયરે ગળેફાંસો ખાય જિંદગી ટૂંકાવી

રાજકોટ9 દિવસ પહેલા
પ્રતીકાત્મક તસવીર.
  • એક મહિના પહેલા જ રૂમ ભાડે રાખી ફઈના દીકરા સાથે રહેતો હતો

રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલા પેરેમાઉન્ટ પાર્કમાં રહેતા મિકેનિકલ એન્જિનિયર હર્ષદ કનોજીયા (ઉં.વ.25)એ ગળેફાંસો ખાય જિંદગી ટૂંકાવી લેતા પરિવારમાં માતમ છવાય ગયો છે. હર્ષદ મૂળ સુરેન્દ્રનગરનો વતની છે અને રાજકોટમાં ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. ઘટનાની જાણ થતા યુનિવર્સિટી પોલીસ દોડી ગઇ હતી અને તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. પોલીસે તપાસ કરતા હર્ષદે લખેલી સુસાઇડ નોટ મળી હતી જે કબ્જે કરી હતી. પોલીસે સુસાઇડ નોટ મીડિયા સમક્ષ વાંચી સંભળાવી હતી અને તેમાં લખ્યું હતું કે, હું સારો દિકરો બની શક્યો નહીં અને સારૂ કમાય પણ શક્યો નહીં માટે આ પગલું ભરૂ છું.

ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો
પેરેમાઉન્ટ પાર્ક શેરી નં.3માં હાર્દિક નામના મકાનમાં રૂમ ભાડે રાખી હર્ષદ નામના મકાનમાં રૂમ ભાડે રાખી હર્ષદ જગદીશભાઈ કનોજીયા રહેતો હતો. ગઈકાલે રાત્રિના પોતાના રૂમે ગળેફાંસો ખાય લેતા 108ના ઈએમટી પિયુષભાઈ ધોળકીયાએ મૃત જાહેર કર્યો હતો. હર્ષદે મિકેનિકલ એન્જિનિયર સુધી અભ્યાસ કર્યો છે. તે એક મહિના પૂર્વે જ રાજકોટમાં ફઈના દિકરા નરસી સાથે રૂમ રાખી રહેતો અને ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. આ બનાવને પગલે યુનિ.પોલીસ મથકનાં હેડ કોન્સ. કે.કે.ઝાલા સહિતના સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ કરવા સિવિલમાં ખસેડાયો હતો. તેમજ હર્ષદનાં પરિવારને જાણ કરતાં તેઓ રાજકોટ દોડી આવ્યા હતા.

યુનિવર્સિટી પોલીસે તપાસ હાથ ધરી.
યુનિવર્સિટી પોલીસે તપાસ હાથ ધરી.

અઠવાડિયા પહેલા ASIની પત્નીએ આપઘાત કર્યો હતો
અઠવાડિયા પહેલા રાજકોટના અંકુરનગર મેઇન રોડ પર શિવ પ્રોવિઝન સ્ટોર સામે રહેતા જ્યોત્સનાબેન કાનજીભાઇ લોખીલ (ઉં.વ.58) પોતાના ઘરે હતા અને તેના ASI પતિ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે નોકરીએ હતા. આ સમયે પત્ની જ્યોત્સનાબેને ફોન કરી કહ્યું કે, ‘હું કંટાળી ગઇ છું, હું જાવ છું.’ બાદમાં જ્યોત્સનાબેને પંખાના હુકમાં દોરી બાંધી ગળેફાંસો ખાય લીધો હતો. દરમિયાન પતિ કાનજીભાઇએ તાકીદે તેના નાના પુત્રને ઘરે જવાનું કહેતા નાના પુત્રએ ઘરે આવીને જોતા માતા જ્યોત્સનાબેન લટકતી હાલતમાં જોતા તેણે દેકારો બોલાવતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને કોઇએ 108ને જાણ કરતા ટીમ સ્થળ પર પહોંચી હતી. પરંતુ 108ની ટીમે તેને મૃત જાહેર કર્યા હતા. આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા માલવીયાનગર પોલીસ દોડી આવી હતી અને તપાસ હાથ ધરી છે.

પ્રૌઢાએ ઝેરી દવા પી આપઘાત કર્યો હતો
અઠવાડિયા પહેલા કાલાવડ રોડ પર વામ્બે આવાસ યોજના બ્લોક નં. 53/21માં રહેતા જશુબેન ચંદુભાઇ ગોહિલ (ઉં.વ.50)એ પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. પરંતુ તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં તાલુકા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ હરદેવસિંહ રાઠોડે તપાસ હાથ ધરી હતી. મૃતક જશુબેનને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. તેણે માનસિક બીમારીથી કંટાળી પગલુ ભર્યુ હોવાનું ખુલ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો