'મારી સામે તો જો, મારી સાથે વાત તો કર’ તેમ કહી પોતાની જ ઓફિસમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતી પરિણીતાનું માલીકે બાવડુ પકડી બિભત્સ છેડતી કર્યાનો કિસ્સો પ્રકાશમાં આવતાં માલવીયાનગર પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.
પુનિતનગર 80 ફૂટ રોડ પર આવેલ ગિરિરાજ પેલેસ એપાર્ટમેન્ટમાં રહેતી પરિણીતાએ માલવિયા નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, પોતે 150 ફુટ રીંગ રોડ ગોવર્ધન ચોકમાં આવેલ નંદન ફાયર પ્રોટેકશનમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે જેના માલીક ચિરાગ કોટડીયા છે. ગઈકાલે સવારે ફરિયાદી યુવતી રાબેતા મુજબ પોતાની નોકરી પર ગઈ હતી અને પોતાનું કામ કરતી હતી ત્યારે સાંજના 4 વાગ્યા આસપાસ મલિક ચિરાગ કોટડીયા તેની પાસે આવ્યા હતા.
એકાઉન્ટન્ટનું કામ કરતી યુવતીને માલીકે ‘મારી સામે તો જો, તું મારી સાથે વાત તો કર’ તેમ કહેતા ફરિયાદી યુવતીએ માલીકનો ઈરાદો પામી જઈને મારી સાથે કામ સિવાય તમારી સાથે બીજી કોઈ વાત કરવી નથી અને તમે મારાથી થોડુ અંતર રાખીને વાત કરો તેમ કહ્યું હતું. ઓફિસમાં એકલી રહેલી યુવતી સાથે વાર્તાલાપ કર્યા બાદ માલીકે બદ ઈરાદે પરણીતાનું બાવડુ પકડી બિભત્સ વર્તન કર્યું હતું જે બનાવ અંગે યુવતીએ પરિવારજનોને જાણ કર્યા બાદ નંદન ફાયર પ્રોટેકશનના માલીક સામે છેડતીની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધ્યો હતો. આ બનાવ અંગે માલવીયાનગર પોલીસે ગુનો નોંધી વિશેષ તપાસ PSI સી.એસ.વાછાણી સહિતનો સ્ટાફ ચલાવી રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.