આપઘાતનો પ્રયાસ:લોધિકાના પાળ ગામમાં સાસુ સાથે ઝઘડો થતા પરિણીતાએ 3 વર્ષના પુત્ર સાથે સજોડે જંતુનાશક દવા પીધી!

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

લોધીકાના પાળ ગામે સાસુ સાથે કામ બાબતે ઝઘડો થતા પરિણીતાએ તેના ત્રણ વર્ષના પુત્ર સાથે ઝેરી દવા પી લીધી હતી. આથી બન્નેને સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલે ખસેડાયા હતા. બનાવ અંગે પરિણીતા વિરૂદ્ધ તેના પતિએ લોધિકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી.

પતિએ પત્ની વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી
ફરીયાદીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું ખેતી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવું છે. તેમજ મારા લગ્ન પાંચ વર્ષ પહેલા રાજકોટના મવડીમાં રહેતા એક પરિવારની પુત્રી સાથે થયા હતા. મારા માતા-પિતા સાથે સંયુક્ત પરિવારમાં રહેતા હતા તેમજ સંતાનમાં ત્રણ વર્ષનો પુત્ર છે. ગઈકાલે સવારે મેં તથા મારી પત્નીએ નાસ્તો કરી લીધો હતો અને મારી માતાનો નાસ્તો કરવાની બાકી હતો. આથી તે રસોડામાં જતા મારી પત્નીએ બધુ સાફ કરી નાખ્યું હતું જે બાબતે બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી સાથે ઝઘડો થયો હતો.

પાડોશીનો ફોન આવતા વાડીએથી પતિ દોડી આવ્યો
બાદમાં મારે વાડીએ જવાનું હોવાથી હું મારી માતા સાથે વાડીએ જવા નીકળતો હતો. ત્યારે મેં પુત્રને સાથે લઈ જવાનું કહેતા મારી પત્નીએ તે બીમાર છે જેથી તેને વાડીએ નથી લઈ જવો કહેતા હું અને મારી માતા બન્ને નીકળી ગયા હતા. બાદમાં મારા પડોશીનો ફોન આવ્યો હતો કે તમારી પત્ની તેના પિતા સાથે બાઇકમાં બેસીને જાય છે અને તેણે ઝેરી દવા પીધી હોઇ તેવું લાગે છે. આથી હું ઘરે આવી તપાસ કરતા જંતુનાશક દવાની બોટલ ઢોળાયેલી મળી હતી અને મારા સાળાને ફોન કરતા તેણે રાજકોટ સારવારમાં માતા-પુત્ર હોવાનું જણાવતા હું ત્યાં દોડી ગયો હતો. બનાવ અંગેની ફરિયાદ પરથી લોધિકા પોલીસે પરિણીતા વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...