તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લવજેહાદ:ધોરાજીમાં પરિણીત મુસ્લિમ શખ્સે હિન્દુ યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું, સો.મીડિયામાં કલમા મોકલી મૌલવી પાસે ધર્મ અંગીકાર કરવા ધમકી

રાજકોટ19 દિવસ પહેલા
તસવીર પ્રતિકાત્મક છે.
  • મુસ્લિમ શખ્સે યુવતીને કપટપૂર્વક પોતાના લગ્ન ન થયાનું જણાવ્યું હતું

ધોરાજીમાં મુસ્લિમ શખ્સે હિન્દુ યુવતીને લલચાવી ફોસલાવીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં હિન્દું ધર્મમાંથી મુસ્લીમ ધર્મ અંગીકાર કરવા ધમકી આપી હતી. આ અંગેની લવજેહાદની રાજકોટ જિલ્લામાં પ્રથમ ફરિયાદ ધોરાજી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. મુસ્લિમ શખ્સ પરિણીત છે અને યુવતીને પોતાની ચુંગાલમાં ફસાવી હતી. સોશિયલ મીડિયામાં ધાર્મિક કલમા મોકલી યુવતીને રૂબરૂમાં મળી મૌલવી પાસે મુસ્લિમ ધર્મ અંગીકાર કરી લે તેવી ધમકી આપી માનસિક ત્રાસ આપતો હતો. આથી પોલીસે યુવતીના પરિવારની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મુસ્લિમ ધર્મ પરિવર્તન કરાવવા માટે માનસિક દબાણ કરતો
ધોરાજીમાં રહેતી હિન્દુ યુવતીના પરિવારે ધોરાજી પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ધોરાજીના રાધાનગરમાં રહેતો મોહમદ ઉર્ફે ડાડો ગની સમા પરિણીત હોવા છતાં કપટપૂર્વક પોતાના લગ્ન ન થયાનું જણાવ્યું હતું. મને લલચાવી ફોસલાવીને ઈસ્લામ ધર્મ મુજબ ધાર્મિક કલમા સોશિયલ મીડિયામાં મોકલી પઢાવ્યા હતા. બાદમાં રૂબરૂમાં કહ્યું હતું કે, આપણે મૌલવી પાસે કાયદેસર રીતે મુસ્લિમ ધર્મ અંગીકાર કરી લઇએ. અવારનવાર મુસ્લિમ ધર્મ પરિવર્તન કરાવવા માટે માનસિક દબાણ કરતો હતો.

તસવીર પ્રતિકાત્મક છે.
તસવીર પ્રતિકાત્મક છે.

દુષ્કર્મ આચરી ધર્મ પરિવર્તન માટે ધમકી આપતો
લગ્નની લાલચ આપી દીકરીને જાનથી મારી નાખવાની ધમકી આપી મરજી વિરૂદ્ધ તેની સાથે જાતીય સંબધ બાંધ્યો હતો. દુષ્કર્મ આચરીને હિન્દુ ધર્મમાંથી મુસ્લિમ ધર્મ પરિવર્તન કરવાનો પ્રયત્ન કરતો હતો. આથી યુવતીના પરિવારે નોંધાવેલી ફરિયાદના આધારે ધોરાજી પોલીસે મોહમદ સમા વિરૂદ્ધ આઇપીસી 376(2)એન, 506(2), ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય (સૂધારો) અધિનિયમ-2021ની કલમ 4 મુજબ ગુનો નોંધીને જેતપુર નાયબ પોલીસ વડા સાગર બાગમર, ધોરાજી પીઆઇ હકુમતસિંહ જાડેજા સહિતના પોલીસ સ્ટાફે તપાસ હાથ ધરી છે.

ધોરાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ.
ધોરાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ.

આરોપી વિરૂદ્ધ તપાસ શરૂ કરાઇ છેઃ જેતપુર નાયબ પોલીસ વડા
આ મામલે જેતપુર નાયબ પોલીસ વડા સાગર બાગમરે જણાવ્યું હતું કે, ધોરાજીની ફરિયાદી યુવતીએ આરોપી મોહમદ ઉર્ફે ડાડો ગની સમા વિરૂદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી મોહમદ સમા વિરૂદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરાય છે.

વડોદરામાં લવજેહાદનો કેસ નોંધાયો હતો
તાજેતરમાં જ વડોદરાની યુવતીને તરસાલીના મુસ્લિમ યુવકે પોતે ખ્રિસ્તી હોવાનું કહીને પ્રેમજાળમાં ફસાવી હતી. શરૂઆતમાં મીઠી ભાષા બોલતો સેમ માર્ટિન અસલમાં સમીર કુરેશી હોવાનું જાણતાં યુવતી અને તેના પરિવારના માથે આભ તૂટી પડ્યું હતું. અનેકવાર શારીરિક શોષણ કર્યા બાદ બળજબરીથી ધર્માંતરણ કરાવી નિકાહ પઢાવી લેનાર સમીર અને તેના પરિવારે યુવતીને તું હવે મુસ્લિમ બની ગઈ છે એમ કહી મંદિરે જવા પર અને કપાળમાં ચાંદલો લગાવવા સહિતની પાબંદીઓ લગાવી અત્યાચાર ગુજારવારનું શરૂ કર્યું હતું. બાદમાં આ શખ્સ વિરૂદ્ધ લવજેહાદની ફરિયાદ નોંધાવી હતી.

હવે નવા કાયદાના અમલીકરણથી બહેન-દીકરીઓને રક્ષણ મળશે
નીરજ જૈન, પ્રાંત વિધિ પ્રમુખ, ગુજરાત હિન્દુ જાગરણ મંચે કહ્યું હતું કે, ગુજરાત સરકારે નવા કાયદાનું જલદીથી ઇમ્પ્લિમેન્ટેશન કર્યું છે, જેનાથી બહેન-દીકરીઓને રક્ષણ મળશે. ગુજરાતમાં કોઈની પણ દીકરી હોઈ તેની સાથે અન્યાય થયો હોય, ધર્મપરિવર્તન કરાવી છેતરપિંડી કરાઇ હોઈ તેને મદદ કરીને રક્ષણ આપીશું.