મૈત્રી કરાર ભારે પડયા:જસદણમાં પરિણીત યુવકે યુવતી સાથે મૈત્રી કરાર કરતા, સાસરિયાએ રસ્તા વચ્ચે આંતરી છરી વડે જીવલેણ હુમલો કર્યો

રાજકોટ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર

રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં પરિણીત યુવકે યુવતી સાથે મૈત્રી કરાર કરતા સાસરિયાએ યુવકને રસ્તા વચ્ચે આંતરી છરી અને ધોકા વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ મામલે યુવકે જસદણ પોલીસ મથકમાં ચાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે.

પાંચ મહિનાથી મૈત્રીકરારથી રહે છે
જસદણના વડોદ ગામે હીરાનું કારખાનું ચલાવતા 26 વર્ષીય વિપુલ શિયાળએ પોલીસ ફરિયાદમાં યુવતીના કાકા વિપુલભાઈ ગાબુ અને 3 અજણયા શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતા જણાવ્યું હતું કે, તેના 8 વર્ષ પૂર્વે કાજલ નામની યુવતી સાથે લગ્ન થયા હતા પરંતુ પત્ની રિસામણે જતા પાંચ મહિનાથી વિંછીયા તાલુકાના સમઢીયાળા (રાબા) રહેતા પ્રેમજીભાઈ ગાબુની દીકરી અલ્કા સાથે તે મૈત્રીકરારથી રહે છે. પરંતુ અલ્કાના કાકા વિપુલભાઈ ગાબુને આ સંબંધથી વાંધો હતો.

ગાડીમા તોડફોડ કરવા લાગ્યા
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ગત તા.23-11ના રોજ સવારના તેઓ અલ્કા સાથે તેમની સેન્ટ્રો ફોરવ્હીલ નંબર GJ 03 ME 6230માં તેમના કુંટુંબી ભાભીના ઘરે જવા નિકળા હતા. ત્યારે સોમલપર રોડ પર પેટ્રોલપંપ આગળ પહોંચતા અલ્કાના કાકા વિપુલભાઈ ગાબુ તથા અન્ય ત્રણ અજાણ્યા લાકડાના ધોકા, લોખંડનો પાઈપ અને છરી સાથે ઉભા હતા0 તેઓ કંઈ સમજે એ પહેલા જ ચારેય ચારેય આરોપીઓ પાઈપ અને ધોકા વડે ગાડીમા તોડફોડ કરવા લાગ્યા. જેથી વિપુલભાઈએ નીચે ઉતરતા ચારેય શખ્સોએ અપશબ્દો આપીને તેમના પર છરી અને ધોકા વડે જીવલેણ હુમલો કર્યો હતો અને અલ્કાને તેના કાકા સાથે લઈ ગયા હતા. આ ફરિયાદને આધારે પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

નાની લાખાવડ ગામે 'કેમ દારૂનો દરોડો પડાવ્યો' કહી વૃદ્ધ પર પિતા-પુત્રનો હુમલો
આ ઉપરાંત જસદણ તાલુકામાં વધુ એક મારામારીનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં નાની લાખાવડ ગામે કેમ પોલીસને દારૂની બાતમી આપી રેડ કરાવી તેમ કહી વૃધ્ધ પર પિતા-પુત્રએ હુમલો કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ જસદણ તાલુકાના નાની લાખાવડ ગામે રહેતા વિહાભાઈ રામજીભાઈ સરિયા (ઉ.વ.60)એ પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં હુમલાખોર તરીકે નાની લાખાવડ ગામે રહેતા પરસોતમ ટપુભાઈ સરિયા અને તેના પુત્ર વિષ્ણું પરસોતમ સરિયાના નામ આપ્યા છે.

તે અમારી વાડીએ દારૂની રેડ કરાવી
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે નિવૃત જીવન ગાળતા ફરિયાદી ગઈકાલે રાત્રે પોતાના ઘરેથી જમીને રાત્રે આઠેક વાગ્યે ગામમાં મનસુખ સરિયાની દુકાને વસ્તુ લેવા માટે ગયા હતા.આ વખતે આરોપી પિતા-પુત્ર પણ દુકાને ધસી આવી કેમ પોલીસને બાતમી આપી તે અમારી વાડીએ દારૂની રેડ કરાવી તેમ કહી લોખંડની સાંકળ વડે હુમલો કર્યો હતો. ફરિયાદીને માથામાં ઈજા સાથે 108માં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. આબનાવ અંગે જસદણ પોલીસે ગુનો નોંધી હુમલાખોર પિતા-પુત્રને ઝડપી લેવાની કાર્યવાહી હાથ ધરી છે.