ભેદ ઉકેલાયો:સુરેન્દ્રનગરમાં આંગડિયા પેઢીમાં બોગસ નામ ધારણ કરી 24.62 લાખની છેતરપિંડી કરનાર શખ્સ રાજકોટથી ઝડપાયો, માસ્ક અને ટોપી પહેરી ઓળખ છૂપાવતો

રાજકોટ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોપીનો કબ્જો સુરેન્દ્રનગર પ� - Divya Bhaskar
આરોપીનો કબ્જો સુરેન્દ્રનગર પ�
  • અલગ અલગ આંગડીયા પેઢીમાં હળવદ, ધ્રાંગધ્રા, દિલ્હી, રાજકોટ સહિતના શહેરમાં કુલ રુ. 24,62,730 ટ્રાન્સફર કરાવ્યા હતા

સુરેન્દ્રનગરમાં વિશ્વમ નામથી આંગડીયા પેઢી ધરાવતા સંચાલક સાથે બોગસ નામ ધારણ કરી અમુક વ્યવહારો કર્યા બાદ વિશ્વાસમાં લઇને અલગ અલગ ટ્રાન્ઝેક્શનથી રૂ. 24.62 લાખની છેતરપિંડી, વિશ્વાસઘાત કરવાના ગુનામાં ફરાર રાજકોટના ચંદ્રેશ ઉર્ફે બ્રિજેશ કાંતીલાલ પાડલિયાને ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધો છે. આરોપી પોતાની ઓળખ છૂપાવવા માટે મોઢે માસ્ક અને માથે ટોપી પહેરી રાખતો હતો.

લોકોને વિશ્વાસમાં લઇ રકમ પડાવી મોબાઇલ ફોન સ્વીચ ઓફ કરી દેતો
સુરેન્દ્રનગરમાં મહેતા માર્કેટમાં ડિસ્ટ્રિક્ટ બેંકવાળી શેરીમાં વિશ્વમ આંગડીયા નામની પેઢી ધરાવતા ચૈતન્યસિંહ ધર્મેન્દ્રસિંહ રાણાએ 12 જૂનથી 15 જૂન સુધીના સમયગાળા દરમિયાન ભરતભાઇ (દિલ્હી) અને ચંદ્રેશભાઇ નામના ગ્રાહકે અલગ અલગ આંગડીયા પેઢીમાં હળવદ, ધ્રાંગધ્રા, દિલ્હી, રાજકોટ સહિતના શહેરમાં કુલ રુ. 24,62,730 ટ્રાન્સફર કરાવ્યા હતા. આ રકમ થોડીવારમાં આપી જવાનું કહ્યા બાદ મોબાઇલ ફોન સ્વીચ ઓફ કરીને છેતરપિંડી, વિશ્વાસઘાત કર્યાનું ફરિયાદમાં જણાવ્યું હતું.

સાચુ નામ બ્રિજેશ કાંતીલાલ પાડલીયા હોવાનું ખુલ્યું
સુરેન્દ્રનગર પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી હતી. પરંતુ આરોપીઓના કોઇ સગડ મળ્યા ન હતા. દરમિયાન ચંદ્રેશ નામ ધારણ કરીને છેતરપિંડી કરનાર શખ્સ રાજકોટમાં હોવાની માહિતી મળતા સુરેન્દ્રનગરના ASI એસ.વી.દાફડા, કોન્સ્ટેબલ મેહુલ મકવાણાએ રાજકોટ ક્રાઇમ બ્રાંચની મદદ માગી હતી. એસીપી ક્રાઇમ ડી.વી. બસીયા, પીઆઇ વી.કે. ગઢવીની સૂચનાથી ASI બી.જે. જાડેજા, મહિપાલસિંહ ઝાલા અને ચેતનસિંહ ગોહિલે ભોગ બનનાર વિશ્વમ આંગડીયાની રાજકોટ, સુરેન્દ્રનગર ઓફિસના સીસીટીવી ફૂટેજના આધારે આરોપી ચંદ્રેશનું પગેરુ દબાવતા આરોપીનું સાચુ નામ બ્રિજેશ કાંતીલાલ પાડલીયા (રહે, આર્યમાન સોસાયટી, બ્લોક નંબર -21, ગોવર્ધન ચોક પાસે, 150 ફૂટ રોડ, રાજકોટ) હોવાનું ખુલતા આરોપીને અટકાયતમાં લઇ લીધો હતો.

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે આરોપીને ઝડપી પાડ્યો.
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે આરોપીને ઝડપી પાડ્યો.

આરોપી ઓળખ છુપાવવા માસ્ક, ટોપી પહેરી રાખતો
​​​​​​​
ગુનો સુરેન્દ્રનગર પોલીસમાં નોંધાયો હોવાથી આગળની તપાસ માટે આરોપીનો કબ્જો સુરેન્દ્રનગર પોલીસને સોંપી દેવાયો છે. આંગડીયા પેઢીને વિશ્વાસમાં લઇને છેતરપિંડી કરનાર આરોપી ચંદ્રેશ ઉર્ફે બ્રિજેશ પાડલીયાએ પોતે સીસીટીવી ફૂટેજમાં ઓળખાય ન જાય એ માટે જ્યારે જ્યારે આંગડીયા પેઢીમાં વ્યવહાર કરવા જતો ત્યારે મોઢા ઉપર માસ્ક અને ટોપી પહેરી રાખતો હતો. પરંતુ પોલીસની કુનેહ સામે તેની આ ચાલ નિષ્ફળ નીવડી હતી.

અન્ય સમાચારો પણ છે...