ધરપકડ:આટકોટના જંગવડની સીમમાં પિસ્તોલ સાથે શખ્સ પકડાયો

આટકોટ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે બાઈક, મોબાઈલ સહિત 26500નો મુદ્દામાલ કબજે કર્યો

આટકોટ પોલીસે જંગવડની સીમમાં ખેત મજુરને પિસ્તોલ સાથે ઝડપી લીધો હતો. જંગવડ ગામની સીમમાં ખેત મજૂરી કરનારા આદિવાસી શખ્સ ને આટકોટ પોલીસ દેશી બનાવટની પિસટલ સાથે ઝડપી લીધો હતો પોલીસે પુછપરછ કરતાં પિસ્ટન તેનો મિત્ર તેને સાચવવાં માટે આપી ગયાનું રટણ કર્યુ હતું.

પોલીસે સ્ટેશનમાં મળતી વિગતો અનુસાર પીએસઆઈ કે.પી મેતા તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એ એસ આઇ વિજયભાઈ ચાવડા હેડ કોન્સ્ટેબલ નિલેશભાઈ ચાવડા અને જયરાજભાઈ સોનરા એવી બાતમી મળી હતી જંગવડ ગામની ગુંદાળા ગામ તરફ જવાના રસ્તે આવેલી વાડીમાં ખેત મજૂરી કામ કરનાર શખ્સ પાસેથી ગેરકાયદેસર હથિયાર છે.

તપાસ કરતા અમરશીભાઈ નારોલા વાડીમાં ખેત મજૂરી કરનારા મૂળ મધ્યપ્રદેશ અલીરાજપુરા જિલ્લા ના લક્ષ્મણ કેદરસિહ ડાવર ની ઝડપી લીધો હતો તેની પાસે થી દેશી બનાવટની પિસ્ટલ મળી આવી હતી પોલીસે બાઈક મોબાઈલ કબ્જે કરવામાં આવ્યું હતું 26500 નો મુદામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ કામગીરી કરનાર ટીમમાં દશરથભાઈ કાકડીયા જયરાજભાઈ દિનેશભાઈ બાવળિયા સંજયભાઈ પરમાર સુરેશભાઇ જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...