રાજકોટના ક્રાઈમ ન્યૂઝ:ધરમનગરમાં 12 કિલો ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો, મઘરવાડામાં ઝેરી જનાવરે દંશ મારતા યુવાનનું મોત

રાજકોટ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ SOGએ ગાંજા સાથે શખ્સની ધરપકડ કરી. - Divya Bhaskar
રાજકોટ SOGએ ગાંજા સાથે શખ્સની ધરપકડ કરી.

રાજકોટ શહેર SOG પોલીસ દ્વારા આજે ગાંજાના મોટા જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટ SOG પોલીસ ગઇકાલે રાત્રિના પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે મારવાડી મફતિયાપરા ધરમનગર પાછળથી રામચંદ્ર મારવાડી નામના શખ્સની ગાંજાના જથ્થા સાથે ધરપકડ કરવામાં આવી છે. પોલીસે તેની તપાસ લેતા તેની પાસેથી કુલ 1.20 લાખ કિંમતનો 12 કિલો ગાંજો મળી આવતા FSLની મદદ લઇ પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં આરોપી છેલ્લા એક વર્ષથી ગાંજાનું વેચાણ કરતો હોવાનું સામે આવ્યું છે. ત્યારે ગાંજો કોની પાસેથી લાવી કેટલી કિંમતમાં કોને વેચતો હતો સહિતના મુદ્દે વધુ તપાસ યુનિવર્સિટી પોલીસે હાથ ધરી છે.

મઘરવાડામાં યુવાનનું ઝેરી જનાવરે દંશ મારતા મોત
રાજકોટ નજીક મઘરવાડાના ખેડૂત હરેશ ટોપિયાની વાડીએ કામ કરતાં રાકેશ શંકર વડવાઈ (ઉં.વ.21) ગઇકાલે વાડીએ કામ કરતાં હતાં ત્યારે વાડીમાં ઘૂસેલા ઝેરી જનાવરે દંશ દેતાં બેભાન થઈ ઢળી પડ્યો હતો. જેને તાત્કાલિક સારવારમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. અહીં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે કુવાડવા રોડ પોલીસને જાણ કરતાં સ્ટાફ દોડી આવ્યો હતો અને કાગળો કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે મૃતક યુવાન મહીસાગરનો રેહવાસી હોવાનું સામે આવ્યું છે અને યુવાનના મોતથી પરિવારમાં કલ્પાંત છવાઇ ગયો હતો.

એક્સિસ બેંકમાં અજાણ્યા શખ્સો 867 જાલીનોટ ધાબડી ગયું
રાજકોટ શહેરના સાધુ વાસુવાણી રોડ પર ગોપાલ ચોકમાં શિવાલીક કોમ્‍પલેક્ષમાં આવેલી એક્‍સિસ બેંકના 867 જેટલી જાલીનોટ આપવામાં આવી હોવાની ફરિયાદ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. આ અંગે રૈયા રોડ સુભાષનગરમાં રહેતાં બેંકના ઓફિસર ઇમ્‍તિયાઝભાઇ અલીભાઇ બહાદીદાએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે તા. 1-07-2021થી તા. 30-08- 2022 સુધીના સમયમાં કોઈ પણ લોકો એક્‍સિસ બેંકની અલગ અલગ શાખામાં રૂ. 2000ના દરની 33, રૂ. 500ના દરની 224, રૂ.200ના દરની 202, રૂ. 100ના દરની 219 અને રૂ.50ના દરની 20 તથા અન્‍ય 50ના દરની 19 મળી કુલ 867 જાલીનોટ આપી ગયું હતું. જે ફરિયાદ આધારે યુનિવર્સિટી પોલીસે ફરિયાદ નોંધી PSI ડી.બી. ખેરે તપાસ હાથ ધરી છે.

દાનપેટીની ચોરી કરતા શખ્સો સીસીટીવીમાં કેદ થયા હતા.
દાનપેટીની ચોરી કરતા શખ્સો સીસીટીવીમાં કેદ થયા હતા.

ગણપતિ પંડાલમાં દાનપેટી ચોરનાર બે મહિલા સહિત 3 શખ્સની ધરપકડ
શહેરના જાગનાથ વિસ્તારમાં આવેલ મહાકાળી મંદિર રોડ પર કેપિટલ માર્કેટ કોમ્પલેક્સમા રહેતા અને સિક્યોરિટી તરીકે નોકરી કરતા નવીનભાઈ પદમશીંગ નેપાળીએ ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે, ગત 6 સપ્ટેમ્બન રોજ તેના કોમ્પલેક્સ પાસે ગણપતિ મહોત્સવ દરમિયાન ગણપતિનો પંડાલ હોય ત્યા મંડપ પર બેઠા હતા તે દરમ્યાન કોમ્પ્લેક્સમાં ઓફિસે સાફસૂફ કરવા માટે ગયા હતા. 20 મિનિટ બાદ પરત આવતા ગણપતિ દાદાની મૂર્તિ પાસેની દાનપેટી ગાયબ હોય જેમા અંદાજે રૂ.25 હજાર રોકડ હતા. જેની કોઈ અજાણ્યા તસ્કરો ચોરી કરી ગયાનું જણાવતા પોલીસે ગુનો નોંધી તપાસ કરતા CCTV કૂટેજમાં તસ્કરો કેદ થઇ ગયા હતા. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે બે મહિલા સોનલ ઉર્ફે કંચન, સારદા અને ચંગો ઉર્ફે રાજુ સોલંકી સહિત ત્રણની ધરપકડ કરી ગણપતિ પંડાલમાં દાનપેટીની ચોરીનો ભેદ ઉકેલી અન્ય 4 ઘરફોડ ચોરીના ભેદ ઉકેલી દીધો છે. જેમાં પોલીસે આરોપી પાસેથી કુલ 43,000 નો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

ક્રાઈમ બ્રાન્ચે ચોરીના આરોપીની ધરપકડ કરી.
ક્રાઈમ બ્રાન્ચે ચોરીના આરોપીની ધરપકડ કરી.

જસદણમાં દેશી તમંચા સાથે શખ્સ ઝડપાયો
રાજકોટ જિલ્લાની જસદણ પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે બાતમીના આધારે વોચ ગોઠવી હતી. જસદણના જૂના બસ સ્‍ટેશન પાસે ભાદર રોડ ઉપરથી પ્રવિણ ઉર્ફે પવુ બાબુભાઇ ગીડાને ગેરકાયદેસર દેશી તમંચો અને એક જીવતો કાર્ટીસ તથા એક ખાલી કાર્ટીસ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. પકડાયેલ આરોપી પ્રવીણ ગીડાએ આ હથિયાર શોખ માટે રાખતો હોવાની પોલીસ સમક્ષ કબૂલાત આપી હતી. પ્રવીણ આ હથિયાર ક્યાંથી લાવ્‍યો અને કેટલા સમયથી તેની પાસે રાખતો હતો તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અપહરણની ફરિયાદમાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
રાજકોટ જિલ્લાના શાપર વેરાવળ વિસ્‍તારમાં શાપર વેરાવળ પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્‍યાન ચોક્કસ બાતમી મળી હતી કે, પોરબંદર જિલ્લાના કમલાબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણની ફરિયાદમાં નાસતો ફરતો આરોપી ભોગ બનનાર સાથે હાલ શાપર વેરાવળ વાસંગીદાદાના મંદિર પાસે રાજધાની એપાર્ટમેન્‍ટમાં રહે છે. આથી સ્થળ પર પહોંચી ભોગ બનનાર તથા આરોપી મળી આવતા પોરબંદરના કમલાબાગ પોલીસને સોંપી આરોપી વિરુદ્ધ IPC કલમ 363, 366 હેઠળ ફરિયાદ આધારે કાયદેસરની કર્યવાહી હાથ ધરવામાં આવી છે.

'તને ૨સોઈકામ આવડતું નથી' કહી પરિણીતાને સાસરિયાનો ત્રાસ
રાજકોટ શહે૨ના રેલનગરમાં ૨હેતી પરિણીતાને ગંભી૨ હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રદ્યુમનનગ૨ પોલીસને જાણ ક૨તાં સ્ટાફ દોડી આવ્યો હતો અને ઈજાગ્રસ્ત મહિલાનું નિવેદન નોંધ્યુ હતું. ઈજાગ્રસ્ત મહીલાએ જણાવ્યા અનુસા૨ તેમના લગ્ન અમદાવાદના નરોડામાં ૨હેતાં ધવલ ઉપાધ્યાય સાથે થયા હતાં. જે બાદ થોડો સમય ઘ૨ સંસા૨ વ્યવસ્થિત ચાલ્યા બાદ તેમના પતિ અને સાસુ 'તને ૨સોઈકામ આવડતું નથી' કહી કામ મામલે અવા૨-નવા૨ ઝઘડો ક૨તા હતાં. જે દ૨મીયાન બે દિવસ પહેલાં તેમના પતિ અને સાસુએ ઝઘડો કરી પાઈપથી બે-ફામ ફટકારી હતી અને ગોંધી રાખી હતી. તેમજતેમના તિને પહેલી પત્ની સાથે છુટાછેટા થઈ ગયેલ હતાં. જે મહિલા તેના ફરીથી સંપર્કમાં આવતા દારૂના નશામાં મારામારી ક૨તો હતો. જેથી કંટાળીને તેણીએ ત્યાથી ભાગીને રાજકોટના રેલનગરમાં ૨હેતાં તેમના ભાઈના ઘરે આવ્યા હતા અને શરીરે વધુ ઈજા પહોંચતા સા૨વા૨માં ખસેડાઈ હતી. હાલ પોલીસે નિવેદન નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

વ્યાજખોરોના ત્રાસથી યુવકે ફીનાઈલ પીધૂ
રાજકોટ મોરબી હાઇવે પર બેડી ખાતે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવકે બપોરે પોતાના ઘરે ફીનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતા સારવારમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે કુવાડવા રોડ પોલીસને જાણ કરતા કુવાડવા પોલીસ સ્ટાફ સિવિલ હોસ્પિટલ પહોંચી નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર યુવકના ભાઈએ જણાવ્યું હતું કે,યુવક થોડા સમય પહેલા ગામમાં જ રહેતા તેના મીત્ર માટે વ્યાજે રૂપિયા આપતા શખ્સ પાસેથી રૂ. 4 લાખ વ્યાજે લીધા હતા અને તે તેમાં જામીન તરીકે રહ્યો હતો. જે રૂપીયાનું વ્યાજ તેનો મીત્ર ચુકવી ન શકતા વ્યાજખોરો યુવકને દરરોજ હેરાન કરી રૂપીયાની પઠાણી ઉઘરાણી કરતા હતા. જેનાથી કંટાળીને પગલું ભર્યુ હતું. હાલ પોલીસે આક્ષેપ અંગે નિવેદન નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

માથાના દુ:ખાવાથી પીડાતી સગીરાએ ફીનાઈલ ગટગટાવ્યું
રાજકોટના આજી ડેમ ચોક પાસે ભીમરાવનગર-1માં રહેતી 16 વર્ષીય સગીરાએ લાંબા સમયથી માથાના દુ:ખાવાથી પીડાતી હોવાથી કંટાળીને ફીનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેને તાત્કાલીક સારવારમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે આજી ડેમ પોલીસને જાણ કરી હતી જે બાદ આજીડેમ પોલીસે હોસ્પિટલ પહોંચી નિવેદન નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...